વડોદરાના ધારાસભ્યો-સાસંદો સાથે CM રૂપાણીએ કરી વીડિયો કોન્ફરન્સમાં ચર્ચા
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના વાયરસ (corona virus) થી વધુ પ્રભાવિત મહાનગરો-જિલ્લાઓના જનપ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી હતી. તેમજ સ્થાનિક સ્તરે કોઇ સમસ્યા કે પ્રશ્નો હોય તો તેના ફિડબેક મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ મુદ્દે આજે રવિવારે વડોદરા મહાનગર અને જિલ્લાના ધારાસભ્યો, સાંસદો સાથે બેઠક કરી હતી. ઓનલાઇન મીટિંગમાં કોરોનાને લઈને લેવાતા પગલા અંગે અનેક મુદ્દે ચર્ચા થઈ હતી. ધારાસભ્યોએ મુખ્યમંત્રી (Vijay Rupani) ને પોતાના પ્રશ્નોની રજુઆત કરી હતી. અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમા મોહિલેએ કરી સી.એમને બીજા રાજ્યમાં અટવાયેલા વડોદરાના વિદ્યાર્થીઓને પરત લાવવા વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. તેમજ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ત્રણ મહિનાની ફીમાં રાહત આપવાની રજુઆત પણ કરી હતી.
અમદાવાદમાં કીડીઓની જેમ કોરોનાના દર્દી ઉભરાયા, કેસ 1000ને પાર
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાનેથી વીડિયો કોન્ફરન્સ યોજી હતી. વિજય રૂપાણીએ જનપ્રતિનિધિઓને પ્રજાજનોની સતત પડખે રહે અને મદદરૂપ થાય તેવું પ્રેરક સૂચન કર્યુ હતું. તેમણે ધારાસભ્યો અને સાંસદોને કહ્યું હતું કે, આરોગ્ય પરીક્ષણ, જરૂરતમંદોને મદદ સહાય, નિયમોના ચુસ્તપાલન અને રોગપ્રતિકારક શકિત વધારવાના આયામોની આખી ચેઇન પોતપોતાના વિસ્તારમાં પાયાના સ્તર સુધી ઊભી થાય તે આવશ્યક છે.
મુખ્યમંત્રીએ વડોદરા શહેર અને જિલ્લાના ધારાસભ્યો તેમજ સાંસદોએ વિસ્તારો-કોલોની-સોસાયટીઝ સેનિટાઇઝ કરવાની કામગીરીના વખાણ કર્યા હતા. તેમજ BPL, APL-1 અને પરપ્રાંતિય પરિવારો-લોકોને વિનામૂલ્યે અનાજ વિતરણની રાજ્ય સરકારની પહેલની સરાહના કરી હતી.
કોરોનાની લડાઈમાં સુરતની જેલના કેદીઓ જોડાયા, આપ્યું મોટું યોગદાન
મુખ્યમંત્રીએ આરોગ્ય સેતુ એપનો વ્યાપ વધુ લોકો સુધી પહોચે, સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાય અને લોકોની રોગપ્રતિકારક શકિત વધે તે માટે ઉકાળા વગેરેના પ્રસાર માટે સૂચન તો કર્યા. સાથે જ નેતાઓને પોતાનું આરોગ્ય સંભાળવા માટે ચિંતા કરવા પણ અનુરોધ કર્યો હતો.
આ વિડીયો કોન્ફરન્સમાં વડોદરાથી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યમંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજન ભટ્ટ અને ધારાસભ્યો જીતુ સુખડીયા, કેતન ઇનામદાર, શૈલેષ મહેતા, મધુભાઇ શ્રીવાસ્તવ, મનિષા વકીલ અને સીમા મોહિલે જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે