એક હાથમાં મમતાની દોરી છે તો બીજા હાથમાં ફરજની કલમ

એકનું નામ છે નેહા કણજારિયા કે જેઓ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે બીજા મહિલા પોલીસનું નામ છે ચેતના વાલાણી કે જેઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. નેહાબેનની 10 માહિનાની પુત્રી છે અને ચેતનાબેનને 14 મહિનાનો પુત્ર છે.

એક હાથમાં મમતાની દોરી છે તો બીજા હાથમાં ફરજની કલમ

રક્ષિત પંડ્યા, રાજકોટ: સામાન્ય રીતે પોલીસ શબ્દ સાંભળતાની સાથે જ મનમાં ડરની ભાવના ઉભી થતી હોય છે. જો કે છેલ્લા થોડા સમયથી જે રીતે કોરોનાવાયરસ એ સમગ્ર દેશને પોતાની બાનમાં લીધો છે. ત્યારે પોલીસ જવાનો આ જીવલેણ વાઇરસથી લોકોને બચાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે અને પ્રધાનમંત્રીએ આપેલા લોકડાઉનના નિયમનું ચુસ્તપણે પાલન કરાવી રહી છે. આ સમયમાં ગુજરાતમાં મહિલા પોલીસ પણ ફરજ બજાવી પોતાના પરિવારની સાથે સાથે દેશની પણ રક્ષા કરે છે. આવી જ બે વિરાંગના રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ મથકમાં પોતાના સંતાનોને સાથે રાખી પોતાની નૈતિક ફરજ નિભાવી રહી છે.

ખાખી વરદીમાં ફરજ પર તૈનાત આ મહિલા પોલીસ કે જેના એક હાથમાં મમતાની દોરી છે તો બીજા હાથમાં ફરજની કલમ છે. આ દ્રશ્ય છે રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ મથકના અહીંયા બે મહિલા પોલીસ લોકડાઉનના સમયમાં પોતાની નૈતિક ફરજ બજાવે છે પરંતુ સાથે સાથે પરિવારની જવાબદારી પણ તેમના સીરે છે એ પણ પૂર્ણ કરે છે. 

એકનું નામ છે નેહા કણજારિયા કે જેઓ આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જ્યારે બીજા મહિલા પોલીસનું નામ છે ચેતના વાલાણી કે જેઓ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. નેહાબેનની 10 માહિનાની પુત્રી છે અને ચેતનાબેનને 14 મહિનાનો પુત્ર છે. કોઈપણ બાળક પોતાના માતાથી દૂર ન જ રહી શકે એ તો સ્વાભાવિક છે. પરંતુ આ સમયે આ બંને વિરાંગનાઓ પોતાના સંતાનને સાથે રાખી પોલીસ મથકમાં પોતાની નૈતિક ફરજ નિભાવી સમાજના સાચા રાષ્ટ્ર રક્ષક સાબિત થાય છે. આ બન્ને મહિલા પોલીસની કામગીરીને ખુદ જિલ્લા પોલીસ વડા એ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

એ.એસ.આઇ નેહાબેન અને તેમના પતિ બન્ને પોલીસ માં ફરજ બજાવી રહ્યા છે. ત્યારે નેહાબેન પોતાના સંતાનને લઇ પોતાની ફરજ પર જતાં રહે છે અને તેમના પતિ પણ આ જ મુજબ રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. આ વિરાંગનાઓ પોતાની ફરજ નિષ્ઠ પૂર્વક નિભાવી રહી છે પછી એ ફરજ પોતાના દેશ પ્રત્યેની હોય કે પોતાના પરિવાર પ્રત્યેની આ બને વિરાંગનાઓ કોઈ જગ્યાએ પીછે હઠ કરવા તૈયાર નથી.

મનમાં એક જ લગન છે કે કોઈ પણ પરિસ્થિતિમાં લોકોને કોરોના કહેરથી બચાવવા છે અને કોરોના સામે દેશને જીત અપાવી છે. ત્યારે હવે લોકોની પણ એક ફરજ છે કે તેઓ પોતાના ઘરમાં રહીને પોલીસને સાથ સહકાર આપી લોકો સુરક્ષિત રહે અને દેશને સુરક્ષિત બનાવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news