Earthquake in Kutch: કચ્છની ધરા ધણધણી; વધુ એક ભુકંપનો આંચકો નોંધાયો, ભચાઉથી 20 કિમી દૂર કેન્દ્રબિંદુ
આજે (શુક્રવારે) સાંજના સમયે 7:01 વાગ્યે ફરી 3.2ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ભચાઉ, રાપર, દૂધઈ સુધીની ધરા ધ્રુજી ઊઠી હતી. ભૂકંપનો આંચકો ભચાઉથી 20 કિલોમીટર દૂર નોર્થ- નોર્થ વેસ્ટમાં નોંધાયો હતો.
Trending Photos
ઝી બ્યુરો/કચ્છ: આજે ફરી એક વાર ધરા ધણધણી ઉઠી છે. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં અફરાતફરી મચી હતી. કચ્છમાં 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. સાંજે 7:01 કલાકે ભૂકંપના આંચકો આવતા લોકોમાં અફરાતફડીનો માહોલ સર્જાયો છે. ભચાઉથી 20 કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપના આંચકાનું પ્રમાણ વધતા ગુજરાતના લોકોમાં ચિંતા વધી ગઈ છે. વાગડ ફોલ્ટ લાઈન સક્રીય થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જોકે, વર્ષ 2001ના મહાવિનાશક ભૂકંપ પછી કચ્છમાં આંચકા આવવાનું આજે પણ યથાવત્ છે. નાનામોટા આફ્ટરશૉકનો સિલસિલો આજ દિન સુધી અવિરત રહેવા પામ્યો છે. ત્યારે આજે (શુક્રવારે) સાંજના સમયે 7:01 વાગ્યે ફરી 3.2ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ભચાઉ, રાપર, દૂધઈ સુધીની ધરા ધ્રુજી ઊઠી હતી. ભૂકંપનો આંચકો ભચાઉથી 20 કિલોમીટર દૂર નોર્થ- નોર્થ વેસ્ટમાં નોંધાયો હતો. જોકે, હજી 2 દિવસ અગાઉ પણ 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
ઉલ્લેખનીય છે કે, કચ્છમાં જેટલી ભૂકંપની ફોલ્ટ લાઈન છે. તેની આસપાસ જ છેલ્લાં કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. જોકે, અવારનવાર આવતા આંચકાઓને લીધે કોઈ પ્રકારની નુકસાનીના કોઈ પણ સમાચાર સામે નથી આવી રહ્યા, પરંતુ સતત આવતા આંચકાઓને લીધે લોકોમાં ભય પણ ફેલાઈ રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે