EXCLUSIVE: સુરતની હોટલમાં અપક્ષ અને શિવસેનાના કુલ 37 ધારાસભ્યો હાજર

રાજકીય ઊથલપાથલના એંધાણને પગલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની આપાતકાલીન બેઠક બોલાવવાની ફરજ પડી છે. ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યો સાથે બેઠક કરીને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો.

EXCLUSIVE: સુરતની હોટલમાં અપક્ષ અને શિવસેનાના કુલ 37 ધારાસભ્યો હાજર

ઝી બ્યુરો/અમદાવાદ: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વિશે EXCLUSIVE ખબર સામે આવી છે. સુરતની હોટેલમાં હાલ શિંદે સાથે 37 ધારાસભ્યો છે. શિવસેના અને અપક્ષ મળી કુલ 37 ધારાસભ્યો સુરતની લી-મેરેડિયન હોટેલમાં રોકાયેલા છે. જાણવા મળી રહ્યું છે કે, ધારાસભ્યોને હાલ પુરતા સુરતમાં રાખવામાં આવશે. શિંદેએ ઉદ્ધવ ઠાકરે સાથે કરેલી વાતમાં કેટલીક પોતાની શરતો મૂકી છે. 

આજે સવારથી સમાચાર મળી રહ્યા હતા કે શિવસેનાથી નારાજ થઈ એકનાથ શિંદે સહિત 30થી વધુ ધારાસભ્ય સોમવારની સાંજથી સંપર્કવિહોણા બન્યા હતા, એમાં NCPના એક ધારાસભ્ય પણ સામેલ હતા. તેઓ સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. તે દરમિયાન મહારાષ્ટ્ર ભાજપના બે ધારાસભ્ય સંજય કૂટે અને રાહુલ નારવેકર હોટલ પહોંચ્યા હતા. 

ત્યારબાદ શિવસેનાના બે નેતા મિલિન્દ નારવેકર અને રવિન્દ્ર ફાટક મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો સંદેશો લઈ હોટલ ખાતે પહોંચ્યા હતા. જોકે તેમને પોલીસે અટકાવ્યા હતા. ત્યારબાદ પૂછપરછ કરીને હોટલમાં પ્રવેશ આપ્યો હતો. બાદમાં બંને નેતાઓ હોટલથી રવાના થઈ ગયા છે અને બળવાખોર ધારાસભ્યો સાથેના મનામણા નિષ્ફળ ગયા છે. બળવાખોર ધારાસભ્યોએ ભાજપ સાથે સરકાર બનાવવાની માગ મૂકી હતી. જાણવા મળી રહ્યું છે કે બળવાખોર ધારાસભ્યોએ બે માગ મૂકી હતી. જેમાં મહારાષ્ટ્રની જે અઘાડી ગઠબંધનની સરકાર છે તેણે છૂટી પાડવામાં આવે અને ભાજપ સાથે સરકાર બનાવવામાં આવે. એટલું જ નહીં, વિવિધ મંડળના શિવસેનાના તેઓ લીડર હતા તે પદેથી દૂર કરાયા હતા. જેમાં ફરીથી તેમને તે પદ આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

રાજકીય ઊથલપાથલના એંધાણને પગલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની આપાતકાલીન બેઠક બોલાવવાની ફરજ પડી છે. ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યો સાથે બેઠક કરીને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. ઉલ્લેખનીય છેકે, એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારથી નારાજ ચાલી રહ્યાં હોવાની વાત સામે આવી છે. એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી છે. 

ઝી 24 કલાકને મળેલી એક્સકલુસિવ માહિતી મુજબ એકનાથ શિંદે સોમવાર સાંજથી સંપર્ક વિહોણા બન્યા છે. એવી પણ માહિતી સામે આવી રહી છેકે, તેઓ હાલ ગુજરાતમાં છે. એકનાથ શિંદે સુરતની ગ્રાન્ડ ભગવતી હોટલમાં હોવાની વાત પણ ચર્ચામાં છે. એટલું જ નહીં રાજકીય વર્તુળોમાં ચર્ચા એવી પણ છેકે, એકનાથ શિંદેએ સુરતની ગ્રાન્ડ ભગવતી હોટલમાં પોતાના અન્ય ધારાસભ્યો સાથે એક મહત્ત્વની મિટિંગ પણ કરી છે. હવે આ મિટિંગ બાદ શિવસેનાનું આ મસમોટું જહાજ કઈ દિશામાં જાય છે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે. 

મહારાષ્ટ્રની રાજનીતિમાં હાલ ઊથલપાથલ મચી ગઈ છે. એનું એક કારણ મહારાષ્ટ્રના શિવસેનાના મોટા નેતા એકનાથ શિંદે છે. છેલ્લા 24 કલાક કરતા વધારે સમયથી પણ સંપર્ક વિહોણા છે. જો કે આ સમચારમાં આવેલા અપડેટ અનુસાર શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે દ્વારા એક ડેલિગેશન તતત્કાલ રવાના કરવામાં આવ્યું હતું. 

નારાજ થઇને સુરત આવી ચુકેલા એકનાથ શિંદે સહિતના 11 ધારાસભ્યોને મનાવવા માટે શિવસેનાએ ધારાસભ્યોનાં એક દળને પ્લેન મારફતે રવાના કર્યા હતા. આ દળ તત્કાલ સુરત એરપોર્ટ પર પહોંચીને નારાજ ધારાસભ્યો જ્યાં રોકાયેલા હોય તેમની સાથે મુલાકાત કરીને તેમને મનાવવા માટેની જવાબદારી સોંપી હતી. 

જો કે તેમને સુરતમાં ધરમધક્કો પડ્યો હતો. નારાજ થયેલા નેતાઓએ આ તમામને મળવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના પગલે આ ધારાસભ્યો તેમને મળ્યા વગર જ પરત ફરવાની ફરજ પડી હતી. અત્રે નોંધનીય છે કે, હાલ શિવસેનાના 25થી વધારે નારાજ ધારાસભ્યો સુરતમાં છે. ત્યારે તેમને મનાવવા માટે આવી પહોંચેલું શિવસેનાનું ડેલિગેશન મુલાકાત કરવામાં નિષ્ફળ રહ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news