અમદાવાદના નરોડામાં જ્વેલર્સ શોપ પર ચોર ટોળકી ત્રાટકી, દુકાન માલિક લુંટાઈ ગયો
ખોડિયાર જ્વેલર્સના માલિક મહેશભાઈ વ્યાસ દુકાનમાં બેઠા હતા. તેઓએ દુકાનમાં વસ્તી કરી ત્યારે એક યુવક ખરીદી કરવાના બહાને દુકાનનો દરવાજો ખોલ્યો અને વેપારીને વાતો કરાવીને નજર ચૂકવીને બેગ ઝૂંટવી ફરાર થઇ ગયો
Trending Photos
ઉદય રંજન, અમદાવાદ: નરોડાના ખોડિયાર જવેલર્સમાં ચોર ટોળકી રૂપિયા 12.36 લાખના દાગીના અને રોકડની બેગ લીફટીંગ કરી ફરાર થઈ ગઈ હતી. જોકે, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ હતી. ત્યારે નરોડા પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
CCTV ફૂટેજના દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે, જવેલર્સના માલીકે ગ્રાહક સમજીને વાત કરી અને ચોર સોનાના દાગીના ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો. ઘટના નરોડામાં આવેલા ખોડિયાર જવેલર્સની છે. રાત્રે ખોડિયાર જ્વેલર્સના માલિક મહેશભાઈ વ્યાસ દુકાનમાં બેઠા હતા. તેઓએ દુકાનમાં વસ્તી કરી ત્યારે એક યુવક ખરીદી કરવાના બહાને દુકાનનો દરવાજો ખોલ્યો અને વેપારીને વાતો કરાવીને નજર ચૂકવીને બેગ ઝૂંટવી ફરાર થઇ ગયો.
બેગમાં સોનાના દાગીના, રોકડ અને મહત્વના દસ્તાવેજો સહિત રૂ 12.36 લાખની ચોરી કરી. મહત્વનું છે કે ખોડિયાર જવેલર્સમાં છેલ્લા 15 દિવસથી મોંઘવારીના કારણે દુકાનમાં મંદી હતી. જેથી ચોર ટોળકીએ જવેલર્સની રેકી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. 3 થી 4 યુવકો બેગ લીફટીંગ કરીને નરોડાથી કઠવાડા તરફ ફરાર થઈ ગયા હતા.
સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે cctv ફૂટેજના આધારે બાઈક નંબર મેળવીને ચોર ટોળકીની શોધખોળ શરૂ કરી છે. નરોડામાં બેગ લીફટીંગની ઘટનાથી અન્ય વેપારીઓમાં સુરક્ષાને લઈને ડર ઉભો થયો છે. હાલમાં નરોડા પોલીસે નજર ચૂકવીને ચોરીનો ગુનો નોંધીને જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે