ખરાબ ઈરાદાથી હાથ પકડી યુવકે કર્યું સગીરા સાથે કર્યું એવું કામ કે! યુવતી જિંદગી ટૂંકાવવા તૈયાર થઈ, પણ...
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી હરેશભાઈ ઉર્ફે મુન્ના લાલજીભાઈ વાઘેલા જે ફરીયાદીની સગીર વયની દિકરીને એકલા લઇ જઇ હાથ પકડી ભાગીને લગ્ન કરવાનું દબાણ કરી ખરાબ કામ કરવાનું કહી ખરાબ ઈરાદાથી હાથ પકડી ધાક ધમકી આપી અવાર નવાર હેરાન પરેશાન કરતો હતો.
Trending Photos
રઘુવીર મકવાણા/બોટાદ: ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરાને એકલા લઈ જઈને લગ્નનું દબાણ કરીને ખરાબ કામ કરવાનું કહીને વારંવાર ધાકધમકી આપતો હતો. જેથી સગીરા ગભરાઈ ગઈ હતી અને સગીરાએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરેલ જેથી સગીરાના પિતાએ ઢસા પોલીસમા ફરીયાદ નોંધાવતા ઢસા પોલીસે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરીત કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇ તા.7-1-25 ના રોજ આરોપી હરેશભાઈ ઉર્ફે મુન્ના લાલજીભાઈ વાઘેલા જે ફરીયાદીની સગીર વયની દિકરીને એકલા લઇ જઇ હાથ પકડી ભાગીને લગ્ન કરવાનું દબાણ કરી ખરાબ કામ કરવાનું કહી ખરાબ ઈરાદાથી હાથ પકડી ધાક ધમકી આપી અવાર નવાર હેરાન પરેશાન કરતો હતો. જેથી સગીરા ગભરાઈ ગઈ હતી અને સગીરાએ ઝેરી દવા પી આત્મહત્યા કરેલ, જેથી સગીરાના પિતાએ ગઈકાલે ઢસા પોલીસમા ફરીયાદ કરતા ઢસા પોલીસે BNS કલમ-108, 87,351તથા પોક્સો એકટ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ઢસા વિસ્તારમાં રહેતા હરેશભાઈ ઉર્ફે મુન્ના લાલજીભાઈ વાઘેલા વિરૂધ્ધ સગીરાના પિતાએ પોતાની દિકરીને બદકામ કરવાના ઈરાદે મરવા માટે મજબુર કરવા અંગેની પોલીસ ફરીયાદ નોંધાવેલ જે બાબતે ઢસા પોલીસે ગુનાની ગંભીરતા જાણીને પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને ઢસા પોલીસે બાતમીના આધારે ઢસાના શિતળાપરા વિસ્તારમાંથી હરેશભાઈ ઉર્ફે મુન્ના લાલજીભાઈ વાઘેલાને ગણત્રરીની કલાકમાં ધરપકડ કરી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે