ગ્રેડ પેને લઇને પોલીસકર્મીઓ માટે હરખના સમાચાર, સરકાર કરશે મોટી જાહેરાત
પ્રાપ્ત માહિતી અનુસાર વિવિધ વિભાગોને ગ્રેડ પેની મંજૂરી આપી દેવાઇ છે. પોલીસ ગ્રેડ પે મુદ્દે સરકારનું સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. જેથી પોલીસ ગ્રેડ પે બાબતે ખુદ મુખ્યમંત્રી જાહેરાત કરી શકે છે. મહત્વનું છે કે, પોલીસ ગ્રેડ પેની દરખાસ્ત મંજૂર કરી દેવાઇ છે.
Trending Photos
ગાંધીનગર: ગુજરાત પોલીસના જવાનોએ ગ્રેડ પે વધારવા બાબતે આંદોલન કર્યું હતું. ત્યારબાદ ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં આ આંદોલન ફેલાયું હતું. ત્યારે હવે પોલીસ ગ્રેડ પેને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પોલીસકર્મીઓને 15 ઓગસ્ટ પહેલાં મોટી ભેટ મળી શકે છે. સરકાર પોલીસ ગ્રેડ પે મુદ્દે મહત્વની જાહેરાત કરી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિવિધ વિભાગોને ગ્રેડ પેની મંજૂરી આપી દેવાઇ છે. પોલીસ ગ્રેડ પે મુદ્દે સરકારનું સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. જેથી પોલીસ ગ્રેડ પે બાબતે ખુદ મુખ્યમંત્રી જાહેરાત કરી શકે છે. મહત્વનું છે કે, પોલીસ ગ્રેડ પેની દરખાસ્ત મંજૂર કરી દેવાઇ છે.
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રક્ષા બંધનની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે હાલમાં પોલીસ ખાતામાં ગ્રેડ-પેને લઈને જ ચર્ચા ચાલી રહી છે. તેનો પણ ટૂંક જ સમયગાળામાં સુખદ અંત આવે તે માટે વિચારણા કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગ્રેડ પેને લઈને અલગ અલગ બેઠકો પર અધિકારીઓ સાથે કરવામાં આવી છે અને ગણતરીના દિવસોની અંદર મુખ્યમંત્રી દ્વારા આ બાબતે કોઈ મોટો નિર્ણય લઈ શકે તેવું ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી દ્વારા જણાવ્યું હતું.
ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને 1800 રૂપિયા અને હેડ કોન્સ્ટેબલને 2200 ગ્રેડ પે આપવામાં આવી રહ્યો છે. જેમાં વધારો કરી એએસઆઈને 2400, કોન્સ્ટેબલને 2800 મળે તો કોન્સ્ટેબલને 33 હજાર પગાર મળે અને હેડ કોન્સ્ટેબલને 3600 ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ કરવામાં હતી. આ મામલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે