સરકારના કારણે લોકોના ખિસ્સાં ખંખેરાશે, જગદીશ વિશ્વકર્મા જણાવે કે આજનું કામ કાલે કેમ? ગુજરાતીઓ હેરાન

રાજ્યમાં સરકારની સૂચનાનો અમલ થતાં દસ્તાવેજો પર સ્ટેમ્પ ન લાગતા સંખ્યાબંધ કામો અટકી ગયા છે. બેન્કોને પણ આર્થિક નુકસાન થશે. સહકારી બેન્કોએ લાખોનો ખર્ચ કરીને ફ્રેન્કિંગના મશીન ખરીદેલા છે. ફ્રેન્કિંગ બંધ કરી દેવાય તો તેમને પણ લાખોનું નુકસાન જવાની સંભાવના છે.

સરકારના કારણે લોકોના ખિસ્સાં ખંખેરાશે, જગદીશ વિશ્વકર્મા જણાવે કે આજનું કામ કાલે કેમ? ગુજરાતીઓ હેરાન

ઝી બ્યૂરો, અમદાવાદઃ કહેવાતી કામ કરતી સરકાર ગજબની સુસ્તી દાખવી રહ છે. બેન્કોના ફ્રેન્કિંગના પરવાના ૩૧મી ડિસેમ્બરે પૂરા થઈ ગયા છતાં રિન્યુ કરવાની અંગે ગુજરાત સરકારે નિર્ણય ન લેતાં ગુજરાતીઓ પરેશાન થઈ ગયા છે. ગુજરાત સરકારે બેન્કો દ્વારા કરી આપવામાં  ફ્રેન્કિંગના લાઈસન્સ રિન્યુ ન કરી આપવામાં આવતા સોમવારથી એકાએક બેન્કોએ ફ્રેન્કિંગ બંધ કરી દેતાં ગુજરાતની પ્રજા પરેશાન થઈ ગઈ છે. 

આ પણ ખાસ વાંચોઃ

સરકારના એક નિર્ણય ન લેવાની ક્ષમતાને કારણે સામાન્ય લોકો હેરાન થઈ રહ્યાં છે. આજે કઈ પણ જગ્યાએ બેન્કનું ફ્રેન્કીંગ માન્ય ગણાય છે. ગુજરાત સરકારના સુપરિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરીએ ૩૧મી ડિસેમ્બરે એક પરિપત્ર બહાર પાડીને જાણ કરી છે કે ૩૧મી ડિસમ્બર ૨૦૨૨ પછી ફ્રેન્કિંગ પદ્ધતિથી સ્ટેમ્પ ડયૂટી ચૂકવવાની પદ્ધતિની મુદત લંબાવવી કે નહિ તે સરકારની વિચારણા હેઠળ છે. તેથી આ બાબત અંગે સરકાર તરફથી કોઈ નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી ફ્રેન્કિંગના પરવાના ધરાવનારા તમામ લોકોને ૩૧મી ડિસેમ્બર ૨૦૨૨ પછી ફ્રેન્કિંગ ન કરવાની સૂચના આપવામાં આવે છે. આ સ્થિતિનો લાભ લઈને સ્ટેમ્પ વેન્ડર્સે રૃા. ૫૦, ૧૦૦ અને ૩૦૦ના સ્ટેમ્પ માટે વધારાના રૃા. ૫૦ લેવા માંડયા છે. તેમને સ્ટેમ્પ પર ૧૫ પૈસાનું આપવામાં આવતા કમિશનમાંથી ૭ પૈસા ખર્ચ થઈ જતો હોવાથી તેમની મળતી આવક બહુ જ ઓછી હોવાથી તેમણે સ્ટેમ્પ પર રૃા. ૫૦નો વધારાનો ચાર્જ લેવા માંડયો છે. આમ સ્ટેમ્પ સિવાય ઓપ્શન ન હોવાથી તેઓ ફાયદો ઉઠાવવા લાગ્યા છે અને લોકો પરેશાન થવા લાગ્યા છે.

આ પણ ખાસ વાંચોઃ

રાજ્યમાં સરકારની સૂચનાનો અમલ થતાં દસ્તાવેજો પર સ્ટેમ્પ ન લાગતા સંખ્યાબંધ કામો અટકી ગયા છે. બેન્કોને પણ આર્થિક નુકસાન થશે. સહકારી બેન્કોએ લાખોનો ખર્ચ કરીને ફ્રેન્કિંગના મશીન ખરીદેલા છે. ફ્રેન્કિંગ બંધ કરી દેવાય તો તેમને પણ લાખોનું નુકસાન જવાની સંભાવના છે. આ બાબત સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના વિભાગમાં આવે છે. શા માટે આ નિર્ણય લેવામાં મોડું થયું એ તો સરકાર જાણે પણ હાલમાં ગુજરાતીઓ પરેશાન થઈ રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news