GPSSB Recruitment: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની મોટી ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ

GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની 3437 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. (Gujarat panchayat Service selection Board Recruitment 2022).

GPSSB Recruitment: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની મોટી ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ

અમદાવાદ: GPSSB Recruitment 2022: ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટીની 3437 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. (Gujarat panchayat Service selection Board Recruitment 2022). જેના માટે આવતીકાલથી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી રહેશે. 

https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૮-૦૧-૨૦૨૨ (બપોરના ૧૩-૦૦ કલાક) થી તા.૧૫-૦૨-૨૦૨૨ (સમય રાવત્રના ૨૩-૫૯ કલાક સુધી ) દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. 
No description available.

ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારે કોઇ પણ પ્રમાણપત્રો જોડવાના (અપલોડ કરવાના) નથી. પરંતુ ઓનલાઇન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતો મુજબ ઓનલાઇન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહે છે.

મૂળ ગજુરાતના હોય તેવા અનામત કેટેગરીના, ઉમેદવારો તથા તમામ મહિલા, શારીફરક અશકતતા ધરાવતા ઉમેદવાર તેમજ માજી સૈનિક ઉમેદવારોને ઉ૫લી વયમયામદામાં નિયમોનુસાર છૂટછાટ આ૫વામાં આવશે.

ક્યાંથી અરજી કરવાની રહેશે?
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ www.ojas.gujarat.gov.in વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે. ઉપરાંત આ જગ્યાઓ માટે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત સહિતની માહિતી મળી રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news