વાવાઝોડાને કારણે GTU ની મોકૂફ પરીક્ષાની તારીખો જાહેર, MCQ આધારિત ઓનલાઇન પરીક્ષા
રાજ્યમાં આવેલા ભયાનક તાઉ તે વાવાઝોડાને પગલે રાજ્યની તમામ કામગીરી ખોરવાઇ ચુકી હતી. હવે ધીરે ધીરે રાજ્યના જિલ્લાઓ પૂર્વવત બની રહ્યા છે. આ સમય દરમિયાન GTU ઓનલાઇન પરીક્ષા ચાલી રહી હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જો કે વાવાઝોડાને કારણે વીજ પુરવઠ્ઠો ખોરવાતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી મુશ્કેલ હતી. જીટીયુ દ્વારા પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી.
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં આવેલા ભયાનક તાઉ તે વાવાઝોડાને પગલે રાજ્યની તમામ કામગીરી ખોરવાઇ ચુકી હતી. હવે ધીરે ધીરે રાજ્યના જિલ્લાઓ પૂર્વવત બની રહ્યા છે. આ સમય દરમિયાન GTU ઓનલાઇન પરીક્ષા ચાલી રહી હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જો કે વાવાઝોડાને કારણે વીજ પુરવઠ્ઠો ખોરવાતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી મુશ્કેલ હતી. જીટીયુ દ્વારા પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી.
Gtu Student Portal and Exam form Updatehttps://t.co/UvFfTMsI3O
— GTU - Gujarat Technological University (@GtuGujarat) April 3, 2021
જો કે સ્થિતિ સામાન્ય બની હોવાથી જીટીયુ દ્વારા ફરી નવી પરીક્ષાની તારીખની જાહેરાત કરી દેવાઇ છે. MBA અને MBA ઇન્ટરગ્રેટેડની સેમેન્ટર-1 અને ME સેમેન્ટર 1ની પરીક્ષા 24 મેના રોજ યોજાવાની હતી તે 3 જૂનથી ઓનલાઇન MCQ આધારિત રહેશે. આ ઉપરાંત તમામ પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે