આજે 21 એપ્રિલે કોરોનાના નવા કેસનો આંકડો સાંભળશો તો ઘરમાંથી બહાર નીકળવાનું મન નહિ થાય
Trending Photos
- આજે 21 એપ્રિલના રોજ કોરોનાના નવા 12553 કેસ ગુજરાતમાં નોંધાયા છે. તો તેની સામે 125 દર્દીઓના મૃત્યુ થયા
- અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશનમાં 25, મહેસાણમાં 3, સુરત-4, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-8 મોત થયા
હિતલ પારેખ/ગાંધીનગર :જેમ જેમ દિવસો જતા જાય છે તેમ તેમ કોરોનાના કેસોમાં વિસ્ફોટ થતો જઈ રહ્યો છે. કોરોનાના કેસ રોજ નવા રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે. ત્યારે આજે 21 એપ્રિલના રોજ કોરોનાના નવા 12553 કેસ ગુજરાત (gujarat corona) માં નોંધાયા છે. તો તેની સામે 125 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 84 હજારને પાર કરી ગઈ છે. કોરોનામાં સૌથી વધુ વિસ્ફોટક સ્થિતિ જે શહેરની છે, એ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 4800 થી વધુ નવા કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાથી હાલત અત્યંત દયનીય બની ગઈ છે. વાયરસે ગુજરાતીઓની કમર ભાંગી નાંખી છે. સતત રોજ વધતો કોરોનાનો ગ્રાફ લોકોને ડરાવી રહ્યો છે. આવામાં લોકડાઉન લાગશે કે નહિ તે બીકે લોકોની સવાર થાય છે. ગુજરાતમા જ્યાં 12553 નવા કેસ નોઁધાયા છે, ત્યાં 4802 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. રાજ્યનો રિકવરી રેટ 79.61 થયો છે.
સાંજે 6 વાગ્યાની સ્થિતિએ અમદાવાદના વિવિધ હોસ્પિટલમાં કેટલા દર્દી સારવાર હેઠળ છે તે આંકડો સામે આવ્યો છે.
- અમદાવાદની સિવિલ મેડિસીટી કેમ્પસમાં 2395 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ
- 1200 બેડ હોસ્પિટલમાં 1160
- આઈ.કે.ડી.આર.સી.માં 162
- મંજૂશ્રી કોવિડ હોસ્પિટલમાં 436
- જી.સી.આર.આઇ.હોસ્પિટલમાં 185
- યુ.એન.મહેતા હોસ્પિટલમાં 452 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ
કોરોનાથી ક્યાં કેટલા મોત
આજે એક દિવસમાં કોરોનાથી કુલ 125 લોકોના મોત થયા છે. જેમા શહેર મુજબ આંકડા પર નજર કરીએ તો, જે અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત કોર્પોરેશનમાં 25, મહેસાણમાં 3, સુરત-4, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-8, જામનગર કોર્પોરેશન-8, વડોદરા-5, બનાસકાંઠા-3, ભરુચ-3, જામનગર-4, પાટણ-2, ગાંધીનગર કોર્પોરેશન-1, ભાવનગર કોર્પોરેશન-3, , રાજકોટ-4, સાબરકાંઠા-3,ભાવનગર-3, ગાંધીનગર-2, સુરેન્દ્રનગર-3, આણંદ-3, મોરબી-3, મહીસાગર-2, દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે