Gujarat Election Dates 2022 Announced: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને ક્યારે આવશે પરિણામ

EC to announce Gujarat election dates today: છેલ્લા ઘણા સમયથી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી હતી, જેનો આજે અંત આવ્યો છે. આજે ચૂંટણીપંચે પ્રેસ-કોન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખ જાહેર કરી. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થશે. વિગતો માટે વાંચો અહેવાલ

Gujarat Election Dates 2022 Announced: ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને ક્યારે આવશે પરિણામ

Gujarat Election 2022  Dates live update: છેલ્લા ઘણા સમયથી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી હતી, જેનો આજે અંત આવ્યો. આજે ચૂંટણીપંચે પ્રેસ-કોન્ફરન્સ કરીને ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે.

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં ઓછા મતદાનની ટકાવારી ધરાવતા કેન્દ્રોની ઓળખ કરવામાં આવી છે, ત્યાં મતદાનની ટકાવારી વધારવા માટે વિશેષ પ્રયાસો કરવામાં આવશે.

— Bhupendra Patel (@Bhupendrapbjp) November 3, 2022

પ્રથમ તબક્કાનું મતદાન

  • પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. 
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર.
  • ફોર્મની ચકાસણી 15 નવેમ્બરે થશે. 
  • 17 નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. 
  • પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે.

— ANI (@ANI) November 3, 2022

બીજા તબક્કાનું મતદાન

  • બીજા તબક્કા માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. 
  • ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર. 
  • ફોર્મ ચકાસણી 15 નવેમ્બરે કરવામાં આવશે. 
  • ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21 નવેમ્બર છે. 
  • બીજા તબક્કા માટે 93 બેઠકો પર પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. 
  • મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન થશે.


Gujarat Election Live:-

  • પહેલા તબક્કામાં 80 બેઠકોનું મતદાન
  • બીજા તબક્કા માટે 93 બેઠકોનું મતદાન
  • બે તબક્કામાં મતદાન થશે
  • 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદા
  • 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન
  • 8 ડિસેમ્બરે મતગણતરી

  • ચૂંટણી પંચે પ્રેસ મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું
  • ચૂંટણી પંચે મોરબી દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો
  • આચાર સંહિત આજથી જ લાગૂ
  • ગુજરાતમાં 4.9 કરોડ મતદાતા
  • રાજ્યમાં 51 હજારથી વધુ મતદાન કેન્દ્રો
  • રાજ્યમાં 18થી 19 વર્ષના 4.6 સાથ નવા મતદારો
  • દિવ્યાંગો માટે 182 પોલિંગ સ્ટેશન
  • રૂરલમાં 34, 276 પોલિંગ સ્ટેશન
  • 51,782 પોલિંગ સ્ટેશન ગુજરાતમાં

  • દરેક મતદાન કેન્દ્ર પર કર્મચારીઓ તૈનાત રહેશે
  • એક મતદાર માટે અલગથી વ્યવસ્થા કરાઈ છે
  • એ મતદાર બહાર નીકળવા માગતા નથી જેથી સુવિધા અપાઈ
  • આ વખતે યુનિક મતદાન મથકો બનાવવામાં આવ્યા
  • ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે
  • 4.9 કરોડ મતદાતાઓ
  • 4.6 લાખ પહેલી વાર વોટ આપશે
  • 142 જનરલ, 17 એસી, 23 એસટી બેઠક
  • 51781 પોલિંગ બુથ
  • 142 મોડલ મતદાન મથક
  • 27 હજારથી વધુ સર્વિસ મતદાતા
  • 9.87 લાખ 80 વર્ષ થી ઉપર નાં મતદાતા
  • તમામ મતદાન મથક ગ્રાઉન્ડ ફ્લોર પર જ
  • ૧૨૭૪ મતદાન મથકો પર ફક્ત મહિલા સ્ટાફ
  • ૫૦% મથકો નું જીવંત પ્રસારણ
  • ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોને પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પાડવામાં આવશે. 
  • નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે.
  • ફેક ન્યૂઝ પર પણ નજર રાખવામાં આવશે: EC
  • તમામ ફરિયાદોનું 60 મિનિટમાં નિરાકરણ કરાશે
  • સુવિધા પોર્ટલ પણ મતદારો માટે ઉભી કરાઈ
  • માધુપુર, જાંબુરના 3,481 સિદ્દીવોટર્સ માટે વ્યવસ્થા
  • યુવાઓ પણ વધારે મતદાન કરે તેવી અપીલ
  • કોઈ પણ નાગરિક ઉમેદવાર વિશે જાણી શકશે
  • ઉમેદવારના ક્રિમિનલ રેકોર્ડ વેબસાઈટ પરથી જાણી શકાશે
  • ઉમેદવારને ક્રિમિનલ રેકોર્ડની ત્રણ વખત જાહેરાત કરવી પડશે
  • વોટર સી વિઝલ એપ પર ફરિયાદ દાખલ કરી શકાશે
  • પોલીસ અને એક્સાઈઝ ડિપાર્ટમેન્ટને ખાસ સૂચના અપાઈ છે
  • દારૂ અને ડ્રગ્સની ગેરકાયદે ધૂષણખોરી પર ખાસ નજર રખાશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે બરાબરનો જંગ જામે એવી પુરેપુરી શક્યતા જોવામાં આવી રહી છે. એટલે કે ભાજપ, કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પર એડીચોટીનું જોર લગાવી રહી છે. ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ તમામ 182 સીટ પરથી ચૂંટણી લડવાની છે. ત્યારે આ વખતે ચૂંટણીના રણમેદાનમાં કોણ બાજી મારશે અને ગુજરાતની જનતા કોના પર પોતાની પસંદગી ઉતારે છે તે જોવું રસપ્રદ રહેવાનું છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે, ત્યારે ભાજપ ફરી એકવખત ગુજરાતમાં મોટા લક્ષ્યાંક સાથે સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરશે. આ વખતે ભાજપે 182 બેઠકમાંથી 150 પ્લસનો લક્ષ્યાંક રાખ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી પણ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારીને જનતાને આકર્ષવા માટે પ્રયાસ કરી રહી છે.

— ANI (@ANI) November 3, 2022

કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

મતદારયાદીના શું છે આંકડા?

  • ગુજરાતમાં કુલ 4,90,89,765 મતદાર 
  • જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારો
  • તેઓ મતાધિકારનો ઉપયોગ કરશે.
  • કુલ મતદારોમાં 2,53,36,610 પુરુષ 
  • જ્યારે 2,37,51,738 મહિલા મતદારો 
  • કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા

No description available.

વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના લેખાજોખા

  • ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠક છે. 
  • 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આમાંથી 99 બેઠકો જીતી હતી.
  • કોંગ્રેસે ભાજપને ટક્કર આપતાં 77 બેઠક જીતી હતી. 
  • અન્યના ખાતામાં 6 બેઠક હતી. 
  • 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 50% અને કોંગ્રેસને 42% વોટ મળ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news