Visavadar Gujarat Chunav Result 2022: વિસાવદરમાં ભાજપ-કોંગ્રેસનો જાદૂ ચાલ્યો નહી, AAP નો વિજય
Visavadar Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
Trending Photos
Visavadar Gujarat Chunav Result 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી રાજકીય પાર્ટીઓ કરી રહી છે. જેમાં આ વખતે આમ આદમી પાર્ટી પણ સૌરાષ્ટ્રમાં પોતાનો દમ બતાવી રહી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રની 44 બેઠકમાથી જૂનાગઢની બેઠક પર હર્ષદ રીબડિયાનો પક્ષપલટો કેટલો રંગ લાવે છે તે જોવાનું રહેશે.
જીલ્લો:- જુનાગઢ
બેઠક:- વિસાવદર
પક્ષ:- આપ
ઉમેદવાર:- ભૂપત ભાયાણી
રાઉન્ડ:- 14 રાઉન્ડમાં
મતથી આગળ:- 8000
વીસાવદર વિધાનસભા બેઠક
જૂનાગઢના વીસાવદરને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો ગઢ માનવામાં આવતો હતો. જોકે 2001માં મુખ્યમંત્રી બનતાં જ હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલની રાજનીતિને ખતમ કરી દીધી હતી. આ વિસ્તારમાં કેશુભાઈ પટેલે પોતાની રાજકીય કારકિર્દીમાં અનેક ઉતાર-ચઢાવ જોયા. કેશુભાઈ પટેલે ભાજપને અલવિદા કહીને નવી પાર્ટી બનાવી. પરંતુ તે રાજનીતિમાં સફળ ન થઈ શકી. 2014માં પેટાચૂંટણીમાં કોંગ્રેસના હર્ષદ રીબડિયાએ ભાજપ પાસેથી આ બેઠક છીનવી લીધી.
હવે ફરી એકવાર વીસાવદર બેઠક પર ભાજપની નજર છે. તો કોંગ્રેસ પણ ફરીથી બેઠક જાળવી રાખવા માટે આતુર છે. આ બેઠક પર કુલ 2 લાખ 58 હજાર 104 મતદારો છે. જેમાં 1 લાખ 34 હજાર 870 પુરુષ મતદારો છે. જ્યારે 1 લાખ 23 હજાર 232 મહિલા મતદારો છે. જેમાં સૌથી વધારે 1 લાખ 35 હજાર મતદારો પાટીદાર છે. 21,000 દલિત મતદારો, 20,000 કોળી મતદારો અને 12,000 મુસ્લિમ મતદારો છે.
2022ની ચૂંટણી
2022ના ચૂંટણી જંગમાં ભાજપે પક્ષપલટો કરીને આવેલા હર્ષદ રીબડીયાને, કોંગ્રેસે કરશન વડોદરીયા અને આપમાથી ભૂપત માયાણી ઉમેદવાર છે.
2017ની ચૂંટણી
2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 25,000 મતથી પરાજય આપ્યો હતો.2014માં યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા.
2012ની ચૂંટણી
2012માં ભાજપ અને કોંગ્રેસ કરતાં કેશુભાઇ પટેલનો ત્રીજો મોરચો ગુજરાત પરિવર્તન પાર્ટીમાથી કેશુભાઇ પટેલ અહીથી લડ્યા હતા અને જીત્યા હતા. કેશુભાઇ પટેલને અહીથી 85967 જેટલા વોટ મળ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે