Amreli News: ભાઈબીજના દિવસે અમરેલીમાં BJP ના મહિલા નેતાની હત્યાથી ચકચાર, પુત્ર ઉપર પણ જીવલેણ હુમલો
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની ભાઈબીજના દિવસે જ હત્યા કરવામાં આવી છે.
Trending Photos
કેતન બગડા, અમરેલી: અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની ભાઈબીજના દિવસે જ હત્યા કરવામાં આવી છે. મધુબેન જોષીના પુત્ર અને એડવોકેટ રવિ જોશી ઉપર પણ જીવલેણ હુમલો થયો છે. મધુબેન જોશીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યાં જ્યાં તબીબોએ મૃત જાહેર કર્યાં છે.
ભાઈબીજ પર અમરેલીમાં ભાજપનાં મહિલા નેતાની હત્યાની ચકચાર #Amreli #BJP #News #ZEE24Kalak pic.twitter.com/Z43oIy3fFH
— Zee 24 Kalak (@Zee24Kalak) November 15, 2023
મળતી માહિતી મુજબ આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. હુમલો કયા કારણસર થયો તે પોલીસ તપાસ બાદ સામે આવી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે