World Cup: 12 વર્ષ બાદ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું ભારત, રોહિતની સેના હવે ટ્રોફીથી એક ડગલું દૂર

World Cup 2023: આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ની આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી સેમીફાઈનલ મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.

World Cup: 12 વર્ષ બાદ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું ભારત, રોહિતની સેના હવે ટ્રોફીથી એક ડગલું દૂર

આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023ની આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી સેમીફાઈનલ મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ મેચમાં ટોસ જીતીને ભારતે પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું અને આ નિર્ણય એકદમ સટીક સાબિત થયો. ભારતીય બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડના બોલરોની જબરદસ્ત ધોલાઈ કરી. ભારતે પહેલા બેટિંગ કરીને નિર્ધારિત 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 397 રન કર્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની આખી ટીમ 48.5 ઓવરમાં 327 રનમાં ઓલઆઈટ થઈ ગઈ. આ રીતે ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. 

ફાઈનલમાં એન્ટ્રી
ભારત 12 વર્ષ બાદ વિશ્વ કપની ફાઈનલમાં પ્રવેશ્યું છે. આજની મેચમાં શમીએ 7 વિકેટ લઈને ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી. ન્યૂઝીલેન્ડ 70 રનથી હાર્યું. શમીને જબરદસ્ત પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો. ફાઈનલ મેચ 19 નવેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઈનલમાં ભારતનો સામનો બીજી સેમીફાઈનલની વિજેતા ટીમ સાથે થશે. બીજી સેમી ફાઈનલ મેચ 16 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર  રમાશે. 

— ICC (@ICC) November 15, 2023

ટોસ જીતી વિશાળ લક્ષ્ય આપ્યો
ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 397 રન કર્યા અને ન્યૂઝીલેન્ડ સામે 398 રનનો વિશાળ ટાર્ગેટ મૂક્યો. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 113 બોલમાં 117 રન કર્યા. જ્યારે શ્રેયસ ઐય્યરે ધમાકેદાર 70 બોલમાં 103 રન કર્યા. આ ઉપરાંત શુભમન ગિલે 66  બોલમાં 80 રન કર્યા. 

He wins the @aramco #POTM for his effort.#CWC23 | #INDvNZ pic.twitter.com/uh3SOwSnqY

— ICC (@ICC) November 15, 2023

ન્યૂઝીલેન્ડની ટીમ 327 રનમાં ઓલઆઉટ
ન્યૂઝીલેન્ડની આખી ટીમ 327 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. બેટ્સમેન ડેરિલ મિચેલે સૌથી વધુ 119 બોલમાં 134 રન કર્યા. જ્યારે કેન વિલિયમસને 73 બોલમાં 69 રન કર્યા. ગ્લેન ફિલિપ્સે 33 બોલમાં 41 રન કરીને લડત આપવાનો પ્રયત્ન કર્યો. પરંતુ શમીની ઘાતક બોલિંગ આગળ ન્યૂઝીલેન્ડના બેટ્સમેન નતમસ્તક થઈ ગયા. શમીએ 9.5 ઓવરમાં 57 રન આપીને 7 વિકેટ લીધી. આ ઉપરાંત કુલદીપ યાદવ અને બુમરાહે પણ 1-1 વિકેટ લીધી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news