પાલિકા-પંચાયતોમાં ભાજપની નો રિપીટ થિયરી! જૂના જોગીઓ ટેન્શનમાં, નવા ચહેરા ગેલમાં
Gujarat Politics: સી.આર.પાટિલે કરી એકવાર મોટી જાહેરાત કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓની પસંદગીમાં 'નો રિપીટ થિયરી' અપનાવવાના સંકેત આપી દેવામાં આવ્યા છે, જ્યારે જનરલ કેટેગરીમાં સામાન્ય આગેવાનને જવાબદારી મળે તેવો નિર્ણય કરાયો છે.
Trending Photos
Gujarat Politics: રાજકારણમાં કાયમી ધોરણે કઈ હોતું નથી અને તેમાં પણ જો વાત ભાજપની હોય તો ભાજપ માટે ચૂંટણીનો જંગ હોય તો અનેક રણનીતિ અપનાવવામાં આવે છે. જો કે છેલ્લા કેટલાંક વર્ષથી ગુજરાત માં ‘નો રિપીટ’ થિયરી (No Repeat Theory) અમલમાં છે એ ચૂંટણીની વાત હોય કે સંગઠનની વાત હોય કે પછી નવા મંત્રીમંડળની વાત હોય. પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલે કમાન સંભાળી ત્યારથી નવા ચહેરાઓ ને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જો કે ભાજપ આને રણનીતિનો એક ભાગ માને છે. ત્યારે સી.આર.પાટિલે કરી એકવાર મોટી જાહેરાત કરી છે.
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં ફરી ભારતીય જનતા પાર્ટી એક્શનમાં આવી ગઈ છે. સી.આર.પાટિલે કરી એકવાર મોટી જાહેરાત કરીને મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓની પસંદગીમાં 'નો રિપીટ થિયરી' અપનાવવાના સંકેત આપી દેવામાં આવ્યા છે, જ્યારે જનરલ કેટેગરીમાં સામાન્ય આગેવાનને જવાબદારી મળે તેવો નિર્ણય કરાયો છે.
ભાજપ અધ્યક્ષ સી આર પાટિલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં નો રિપિટ થીયરીને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બીજી ટર્મના મેયર, ડેપ્યુટી મેયર, પ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારો માટે પણ ભાજપ નો- રિપિટ થિયરી અપનાવશે. પાલિકા- પંચાયતોમા હોદ્દો ભોગવ્યો હોય તેમને ફરી તક મળશે નહી. અમે 90 ટકા બેઠકો જીત્યા છીએ એટલે નવા ચહેરાને તક આપવાનો પ્રયત્ન થશે. રોટેશનથી ફાળવાયેલા હોદ્દામાં સામાન્ય ઉપર સામાન્ય ઉમેદવારને તક આપીશું.
ભાજપની હંમેશાં પરંપરા રહી છે તે મુજબ પ્રક્રિયા થઈ છે. જે મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નિયુક્તિને લઈ નો રિપિટ થીયરી અપનાવવામાં આવશે. નવા લોકોને તક મળે તે માટે આ નિર્ણય કરાયો છે. નો રીપિટની પદ્ધતિ અપનાવવામાં આવી છે. જનરલ બેઠક પર જનરલ કેટેગરીના લોકોની જ નિમણૂક થશે. ગુજરાતમાં લોકોને સારો વહીવટ આપવાનો પ્રયાસ થશે. અગાઉ હોદ્દા પર રહી ચૂક્યા હોય તેમને ફરી હોદ્દો આપવાની શક્યતા ઓછી છે. આ સિવાય સી.આર.પાટિલે કહ્યું, 1500 જેટલા પદો માટે જવાબદારી સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. દરેક જિલ્લામાં 3 નિરીક્ષકો મોકલવામાં આવ્યા હતા. સંગઠન અને ચૂંટાયેલા લોકોને સંભાળ્યા બાદ નામો નક્કી કર્યા હતા. ભાજપની પરંપરાની પરંપરા રહેલી છે તે મુજબ પ્રક્રિયા થઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રાજકારણમાં નો રિપીટ થિયરી નવી નથી. આ પહેલા નરેન્દ્ર મોદીએ પહેલીવાર જ્યારે ગુજરાતની ધૂરા સંભાળી હતી, ત્યારે પણ નો રિપીટ થિયરીને ધ્યાનમાં રાખી અનેક બદલાવ કરાયા હતા, અનેક નવા ચહેરાઓને પ્રાધાન્ય અપાયું હતું અને વર્ષો બાદ ફરી એકવાર એ જ રણનીતિ પર ભાજપ આગળ વધી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે