Tourist Vehicle માં આવતીકાલથી લાગૂ પડશે નવો ભાવ વધારો, પ્રવાસીઓનું બજેટ ખોરવાશે

ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર એસોસિએશન (Gujarat Tourist Vehicle Operator Association) દ્વારા ભાડામાં 20 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. 

Tourist Vehicle માં આવતીકાલથી લાગૂ પડશે નવો ભાવ વધારો, પ્રવાસીઓનું બજેટ ખોરવાશે

ગૌરવ પટેલ, અમદાવાદ: પેટ્રોલ-ડીઝલના (Petrol-Diesel) ભાવમાં વધારો થતાં તેની સીધી અસર ટ્રાંસપોર્ટથી માંડીને તમામ વસ્તુઓ પર વર્તાઇ છે. રાજ્યમાં પેટ્રોલ (Petrol) ના ભાવ 100 રૂપિયાની નજીક પહોંચી ગયા છે. ત્યારે તેની આડકરી માટે આમ જનતાને સહન કરવાનો વારો આવે છે. એક તરફ લોકોના ધંધા રોજગાર પર કોરોનાની માર પડી છે. તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે મોંઘવારી વધતી જાય છે.

ત્યારે ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર એસોસિએશન (Gujarat Tourist Vehicle Operator Association)  દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. ડીઝલ (Diesel) ના ભાવમાં વધારો થતાં એસોસિએશન દ્વારા ભાવ વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર એસોસિએશન (Gujarat Tourist Vehicle Operator Association) દ્વારા ભાડામાં 20 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. હવે ટુરિસ્ટ વ્હીકલ (Tourist Vehicle) નું પ્રતિ કિમીએ 20 ટકા વધારે સાથે ભાડુ ચૂકવવું પડશે. એટલે પ્રવાસીઓને પણ વ્હીકલ ખર્ચ મોંઘો પડશે. 

ગુજરાત ટુરિસ્ટ વિહિકલ ઓપરેટર એસોસિએશને (Gujarat Tourist Vehicle Operator Association)  જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી ધંધાને મોટી અસર પહોંચી છે. અનલોક થયું ત્યાર બાદ 65 રૂ. ડીઝલ હતું તે આજે 96થી 97 રૂપિયાને પાર પહોંચી ગયું છે. ડીઝલના ભાવ વધતાં બસ અને ગાડીના સ્પેરપાર્ટસ ૩૦ થી ૩૫ ટકા મોંઘા થતાં ભાવ વધારો કરવામાં છે. જેના કારણે સીડાન ગાડીથી માંડીને વોલ્વોના ભાડામાં 20 ટકા નો વધારો કરવો પડ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news