Gujarat Weather Forecast: ગુજરાત પર વાવાઝોડાનું સંકટ! 4 જિલ્લાઓમાં ભારે આંધી-વંટોળની આગાહી, 7 તારીખ સુધી બીચ રખાયા બંધ
Gujarat Weather Forecast: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે રેમલ વાવાઝોડાએ બંગાળ સહિત કેટલાક ભાગોને હચમાવ્યું અને વરસાદ જોવા મળ્યો. આમ છતાં હાલ દેશમાં ગરમીએ કાળો કેર મચાવ્યો છે. આ બધા વચ્ચે હાલ ગુજરાતમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે.
Trending Photos
Gujarat Weather Forecast: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે રેમલ વાવાઝોડાએ બંગાળ સહિત કેટલાક ભાગોને હચમાવ્યું અને વરસાદ જોવા મળ્યો. આમ છતાં હાલ દેશમાં ગરમીએ કાળો કેર મચાવ્યો છે. આ બધા વચ્ચે હાલ ગુજરાતમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે દેશમાં વિધિવત રીતે દક્ષિણમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ વખતે ચોમાસું જલદી બેસી ગયું છે. એકબાજુ દેશમાં હીટવેવના કાળા કેરથી 25 ચૂંટણી કર્મચારીઓ સહિત 40 લોકોના મોત થયા છે, લોકો બેહાલ જોવા મળી રહ્યા છે ત્યારે કાગડોળે દેશના અન્ય ભાગોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે.
દેશમાં હીટવેવના કારણે 270 લોકોના મોત
દેશમાં એકબાજુ લોકસભા ચૂંટણી ચાલી રહી છે. આજે છેલ્લા તબક્કાનું મતદાન છે. ત્યારે અગનભઠ્ઠી બનેલા ઉત્તર ભારતમાં ચૂંટણી કર્મચારીઓ સહિત લોકોની સ્થિતિ દયનીય બની ગઈ છે. દેશમાં હીટવેવના કારણે આ સીઝનમાં 270 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. યુપીમાં 160, બિહારમાં 65, ઓડિશામાં 41 જેટલા લોકોનો ભોગ લેવાઈ ગયો છે. બિહારમાં ચૂંટણી કર્મચારીઓના મોત અંગે જો કે અધિકૃત રીતે ડોક્ટરોએ કઈ જણાવ્યું નથી પરંતુ મોત હીટવેવથી થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
ગુજરાતમાં રેતીના તોફાનની આગાહી
ગઈ કાલે રાજ્યના હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી 6 દિવસ તાપમાન યથાવત રહેશે. ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. કચ્છ,પાટણ,બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન 43 થી 44 ડિગ્રી આસપાસ રહેશે. આગામી 4 જૂન સુધી તાપમાનમાં વધુ ફેરફાર નહી નોંધાય.
વરસાદના વધામણા
અમદાવાદની વાત કરીએ તો મે મહિનો અમદાવાદ શહેર માટે કાળઝાળ બની રહ્યો. 31 દિવસમાંથી 27 દિવસ તો સરેરાશ મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર જોવા મળ્યું. લોકો કાગડોળે જૂનમાં વરસાદ વરસે અને ગરમીથી રાહત મળે તેવી રાહ જોઈ બેઠા છે. ત્યારે એક સારા સમાચાર એ આવ્યા છે કે 11 જૂન બાદ વરસાદ પડે તેવી સંભાવના છે.
હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન મુજબ અમદાવાદમાં 1થી 5 જૂન દરમિયાન તાપમાન 41 થી 42 ડિગ્રી આજુબાજુ રહી શકે છે. જ્યારે 5-7 જૂનના ગરમીમાં વધારો થતા તાપમાન 44 ડિગ્રી પર પહોંચી શકે. જો કે 8 જૂન બાદ ગરમી ઘટી શકે અને 11 જૂન બાદ વરસાદ પડી શકે છે. 11થી 18 જૂન દરમિયાન અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. જો કે ખરું ચોમાસું તો જૂન મહિનાના અંતમાં જોવા મળશે.
તાપમાન
અમદાવાદમાં ગઈ કાલે 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગર, સુરેન્દ્ર નગર, ભાવનગર, અમરેલીમાં પણ 41 ડિગ્રી કરતા વધુ તાપમાન જોવા મળ્યું. રાજકોટમાં 40.6, ગાંધીનગરમાં 42.4, સુરેન્દ્રનગરમાં 42.3, ભાવનગરમાં 41.5, અમરેલીમાં 41.2, ડીસામાં 40.2, છોટા ઉદેપુરમાં 39.1, વડોદરામાં 39, દાહોદમાં 38.7, ભૂજમાં 38.4, સુરતમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું.
બીચ બંધ
હવામાન વિભાગે જે ડસ્ટ સ્ટોર્મની આગાહી કરી છે તેના પગલે સુરતમાં ડુમસ અને સુવાલીનો દરીયો સહેલાણીઓ માટે બંધ રહેશે. 1 થી 7 જૂન સુધી બંધ રહેશે. પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. એક ટિમ સતત પેટ્રોલીગ કરશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનને કારણે ગરમીમાં રાહત છતાં બફારો વધતા લોકો હેરાન પરેશાન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે