ગુજરાત સરકારના મંત્રી કેમ અચાનક જાહેરમાં બટાકાની કાતરી તળવા બેઠાં? વાયરલ થઈ રહી છે તસવીરો

ધ્યાનથી જુઓ આ તસવીર, તસવીર જોઈને તમે પણ ચોંકી જશો...આ છે ગુજરાત સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા. તસવીરમાં તેઓ બટાકાની કાતરી તળતા જોવા મળી રહ્યાં છે. આ તસવીરો સોશલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે.

  • જામનગરમાં બટાકાની કાતરી તાળવા બેઠાં સરકાર મંત્રીજી!
  • અનોખા અંદાજમાં જોવા મળ્યાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
  • સરકારના મંત્રીની સાદગી જોઈને લોકો કરી રહ્યાં છે વખાણ

Trending Photos

ગુજરાત સરકારના મંત્રી કેમ અચાનક જાહેરમાં બટાકાની કાતરી તળવા બેઠાં? વાયરલ થઈ રહી છે તસવીરો

મુસ્તાક દલ/જામનગર: ધ્યાનથી જુઓ આ તસવીર, તસવીર જોઈને તમે પણ ચોંકી જશો...આ છે ગુજરાત સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા. તસવીરમાં તેઓ બટાકાની કાતરી તળતા જોવા મળી રહ્યાં છે. આ તસવીરો સોશલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે. જામનગરમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની વધુ એક સાદગી સાથે અનોખી શિવભક્તિ જોવા મળી હતી. જામનગર થી ભોળેશ્વર સોમવતી અમાસ નિમિત્તે ચાલીને જતાં પદયાત્રીઓને ખુદ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગર નજીક શ્રી ભોલેનાથ બાબા મિત્ર મંડળ દ્વારા આયોજિત સેવા કેમ્પ માં બટાકાની ચિપ્સ બનાવીને પદયાત્રીઓને પ્રસાદ આપી અનોખી સેવા કરી હતી.

જામનગર શહેર ભાજપ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારના રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પોતાની સાદગી માટે જાણીતા છે, ત્યારે રાજ્યમંત્રી કક્ષાના વ્યક્તિ દ્વારા પણ પોતાનો અહમ અને હોદાનું અભિમાન ન રાખી માત્ર એક શિવ ભક્ત તરીકેની પોતાની સેવાભાવના માટે તેમણે જાતે પદયાત્રીઓ માટે બટાકાની ચિપ્સ બનાવી શિવ ભક્તિની સેવાનો અનેરો આનંદ માણ્યો હતો.

અગાઉ પણ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તાજેતરમાં જ એક કાર્યક્રમમાં રાસ ગરબે રમતા પણ નજરે પડ્યા હતા. જ્યારે આ અગાઉ તેમના દ્વારા એક કાર્યક્રમમાં ભજીયા બનાવી પોતાની સાદગીના દર્શન કરાવ્યા હતા, તો સાથે સાથે ચૂંટણી સમયે પોતે રિક્ષા ચલાવીને પણ એક સામાન્ય વ્યક્તિની સાથે પોતે પણ પોતે પણ સાદગીપૂર્ણ જીવન દર્શાવ્યુ હતું.

જામનગર નજીક આવેલા ભદ્રેશ્વર મહાદેવ નું શ્રાવણ માસ અને અમાસ નિમિત્તે અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે ભોલેનાથ ની ભક્તિ કરવા માટે સૌ કોઈ તત્પર હોય છે એવા સમયે જામનગરમાં શ્રી ભોલેનાથ બાબા મિત્ર મંડળના પરેશભાઈ ગમરીયા અને તેની ટીમ દ્વારા જામનગર નજીક જામનગર થી 10 કિલોમીટર નજીક સોમનાથ હોટલ પાસે પદયાત્રીઓની સેવા માટે એ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં ગત રાત્રીના સમયે જામનગર શહેર ભાજપ ધારાસભ્ય અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ પહોંચ્યા હતા...જ્યારે આ સમયે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ પ્રખર શિવ ભક્ત તરીકે પ્રખ્યાત છે ત્યારે તેમને પણ શિવભક્તિનો લાભ લીધો હતો અને ચાલીને જતા પદયાત્રીઓ માટે કેમ્પ ખાતે ગરમાગરમ બટાકાની ચિપ્સ પોતે જાતે બનાવી અમે પ્રસાદ સ્વરૂપે પદયાત્રીઓને આપ્યો હતો. ત્યારે સૌ કોઈ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ની આ સાદગી થી પ્રભાવિત થયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news