શરદી-ઉધરસ, તાવ, માથું દુખવું, એસિડીટીમાં જાતે જ દવા લઈ લેતા લોકો માટે મોટી ખબર સામે આવી
સામાન્ય બીમારી કે દુખાવામાં લોકો જાત ડોક્ટર બની જતા હોય છે. પરંતુ તેમને નથી ખબર કે ચાર પૈસા બચાવવાનો તેમનો આ નુસ્ખો કેટલો જોખમી બની શકે છે. જાતે જ નક્કી કરીને દવા લેવી તમારા શરીરને વધુ મોટી બીમારીનું ઘર બનાવી શકે છે. સામાન્ય શરદી-ઉધરસ, તાવ, માથું દુખવું, એસિડીટી થાય તો જાતે જ દવા લઈ લેતા લોકો માટે મોટી ખબર સામે આવી છે. દેશભરમાં 7 દિવસ સુધી નેશનલ ફાર્મોકોવિજીલન્સ વિક તરીકે ઉજવાયું, જેમાં જાતે જ દવા લેતા દર્દીઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી. જે દર્દીઓ ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વિના જ દવા લે છે તેમના પર ચર્ચા કરવામાં આવી. ખોટી દવા લેવાય, દવાનો ડોઝ વધારે લેવાઈ જાય, ડોઝ લેવાની પદ્ધતિ ખોટી હોવાથી સર્જાઈ રહેલી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરાઈ.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :સામાન્ય બીમારી કે દુખાવામાં લોકો જાત ડોક્ટર બની જતા હોય છે. પરંતુ તેમને નથી ખબર કે ચાર પૈસા બચાવવાનો તેમનો આ નુસ્ખો કેટલો જોખમી બની શકે છે. જાતે જ નક્કી કરીને દવા લેવી તમારા શરીરને વધુ મોટી બીમારીનું ઘર બનાવી શકે છે. સામાન્ય શરદી-ઉધરસ, તાવ, માથું દુખવું, એસિડીટી થાય તો જાતે જ દવા લઈ લેતા લોકો માટે મોટી ખબર સામે આવી છે. દેશભરમાં 7 દિવસ સુધી નેશનલ ફાર્મોકોવિજીલન્સ વિક તરીકે ઉજવાયું, જેમાં જાતે જ દવા લેતા દર્દીઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી. જે દર્દીઓ ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વિના જ દવા લે છે તેમના પર ચર્ચા કરવામાં આવી. ખોટી દવા લેવાય, દવાનો ડોઝ વધારે લેવાઈ જાય, ડોઝ લેવાની પદ્ધતિ ખોટી હોવાથી સર્જાઈ રહેલી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરાઈ.
દવાઓની અસર સિવાય તેનાથી થતી આડઅસર વિશે જાગૃતતા લાવવા માટે ગંભીર ચર્ચા થઈ. બી.જે. મેડિકલ કોલેજના ફાર્મેકોલોજી વિભાગના પ્રોફેસર અને હેડ ડોક્ટર ચેતના દેસાઈએ આ વિશે કહ્યું કે, દર્દીઓ અમારા માટે એક મોટું ગ્રુપ માનવામાં આવે છે. લગભગ દરેક વ્યક્તિને જીવનમાં કોઈને કોઈ દવા લેવાની જરૂર પડે છે, જેના પરિણામે સામાન્ય આડઅસર થતી જોવા મળે છે. આપણે જે દવાઓ લઈએ છીએ એ સંપૂર્ણ સુરક્ષિત નથી હોતી. દવાની જેટલી અસર થતી હોય છે ત્યારે સામે કેટલીક માત્રામાં તેની આડઅસર પણ થતી જોવા મળે છે. પરંતુ દવાની આડઅસર હોય એટલે દવાથી ડરવાની પણ જરૂર નથી. પણ દર્દીને સમજદારી હોવી ખૂબ જરૂરી છે. આજના સમયે મોટી સંખ્યામાં લોકો જાતે જ મેડિકલ સ્ટોર પર જઈને દવા માંગે છે અને તેમને મળી પણ રહે છે. પરંતુ આ પ્રકારે જાતે જ દવા લેવી એ હિતાવહ નથી.
ડોક્ટરને જણાવ્યા વગર સ્વૈચ્છાએ દવા લેવાથી તેના કારણે જે આડઅસર પેદા થાય છે. એનાથી વધારે મુસીબત પેદા થાય છે. સામાન્ય શરદી-ઉધરસ, માથું દુખવું, એસિડીટી તેમજ તાવ આવે તો લોકો જાતે જ ઘરે રહેલી દવા અથવા દુકાનથી દવા લેવાની આદત હોય છે, પરંતુ આ ઘાતક સાબિત થઈ રહ્યું છે. ઘરમાં કોઈ દવા હોય અને તેમાં સલ્ફા ડ્રગ હોય અને ભૂતકાળમાં ઘરમાં કોઈએ દવા લીધી હોય અને સાજા થયા હોય તેના કારણે એ દવા અન્ય કોઈ લે તો જીવને જોખમ થવા સુધીની સ્થિતિએ પહોંચવાનો ભય રહે છે. જો સમજદારી વગર દવા લેવામાં આવે તો પેટમાં બળતરા થવા ચક્કર આવવા તેમજ લીવર કિડની અને મગજ પર આડઅસર થતી જોવા મળે છે.
માર્કેટમાં કેટલીક દવાઓ એવી છે, કે એના સેવનથી શુ અસર થશે અને આડઅસર થશે એ જાણવું જરૂરી છે. અનેક કિસ્સાઓ એવા પણ આવ્યા છે જેમાં ડોક્ટરે કહ્યું હોય એ કોર્ષ કરતા પહેલા જ પોતે સાજા થઈ ગયા છે એવું સમજીને દવા બંધ કરી દે છે, જેના કારણે લાંબા ગાળે સમસ્યા સર્જાય છે.
રેમડેસિવીર, ટોસિલીઝુમેબ જેવા ઇન્જેક્શનના નામ કોરોનાકાળ દરમિયાન ખૂબ સાંભળવા મળ્યા. પરંતુ આ ઈન્જેકશન કોણ લઈ શકે, કઈ સ્થિતિમાં લેવાય એનો નિર્ણય ડોક્ટરો કરે તો જ હિતાવહ હતો. પરંતુ અનેક લોકોએ આ ઈન્જેક્શન જાતે જ ખરીદી આડેધડ લીધા અને પરિણામ સ્વરૂપે આડઅસર થતી જોવા પણ મળી. મ્યુકોરમાઇકોસીસ પણ જરૂર કરતાં વધુ સ્ટીરોઈડ લેવાને કારણે થઈ રહ્યા હોવાનું પણ અનેક ડોક્ટરો કહેતા જોવા મળ્યા હતા. એટલે દવાની અસરની સાથે તેની આડઅસર પણ સમજીએ એ ખૂબ જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે