ઉપરવાસમાં વરસાદથી આજી નદી જળબંબાકાર, રાજકોટ-જેતપુરમાં ઘરોમાં કમર સુધી પાણી
Trending Photos
રક્ષિત પંડ્યા/નરેશ ભાલિયા/રાજકોટ :રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. સતત બે દિવસથી પડી રહેલા વરસાદને પગલે મોડી રાત્રે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ઉપરવાસમાં વરસાદના પગલે આજી નદી જળ બંબાકાર થઈ હતી. સ્વયંભુ રામનાથ મહાદેવ શિવલિંગને વરસાદી જળાભિષેક થઈ રહ્યો છે. મેયર બીનાબેન આચાર્યએ નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી, જ્યાં પાણી ભરાયા હતા. ફાયર વિભાગની ટીમ પણ નીચાણવાળા વિસ્તારમાં તૈનાત કરી દેવાઈ છે. રાજકોટના રામનાથ પરા, બેડીપરા, ભગવતીપરા સહિત 5 જેટલા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે. લોકોને આજી નદીના પટ તરફ ન જવા રાજકોટ મનપા તંત્રએ સૂચના આપી દીધી છે. જરૂર પડે તો લોકોનું સ્થળાંતર કરવા ફાયરના જવાનો તૈયાર છે.
લેટેસ્ટ અપડેટ મુજબ, રાજ્યમાં 188 તાલુકામાં રાત્રે 10 વાગ્યા સુધીમાં વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટના જેતપુર અને વિછીયા તાલુકામાં 10 વાગ્યા સુધીના બે કલાકમાં ૩ ઈંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે. જેતપુરમાં ધોધમાર વરસાદથી પાણી લોકોના ઘરમાં ઘુસ્યા છે. 3 કલાક માં 4 ઈંચ કરતા વધુ વરસાદ વરસી પડ્યો છે. નવાગઢ ઇદગાહ મસ્જિદ વિસ્તારમાં લોકોના ઘરમાં કમર સુધી પાણી ભરાયા છે. તો નવાગઢ ઇદગાહ મસ્જીદ વિસ્તારના લોકો હેરાન પરેશાન લોકોની ઘરવખરી પણ પાણીમાં પલળી ગઈ છે. ઘરમાં પાણી હોવાથી લોકો છત ઉપર આશરો લેવા મજબૂર બન્યા છે.
જેતપુર પેઢલા ગામમાં સરદારપુર જવાના રસ્તે એક કાર પાણીમાં તણાઈ હતી. કાર સાથે એક વ્યક્તિનું તણાતાં મોત નિપજ્યું છે. પેઢલાથી પાચપીપળાં જવાના રસ્તે ઉપર પૂરના પાણી અચાનક આવી જતા આ ઘટના બની હતી. પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હતી. નગરપાલિકાના તરવૈયા દ્વારા કાર અને તણાયેલ વ્યક્તિનું રેસ્ક્યુ કરી બહાર કાઢવાનું કામ કરાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે