મારો દીકરો ઉભો છે તો હું પ્રચાર કરીશ જ, મારી દીકરીને ટિકિટ નહી મળે તો તે પણ અપક્ષ ઉભી રહેશે: મધુ શ્રીવાસ્તવ
ભાજપ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથાનો દુખાવો સાબિત થઇ રહી છે. પ્રદેશ પ્રમુખ દ્વારા નવા અને ભણેલા ચહેરાઓને સ્થાન આપવામાંઆવી છે. આ ઉપરાંત વૃદ્ધ થઇ ગયેલા કે ત્રણથી પાંચ ટર્મથી જીતતા હોય તેવા ઉમેદવારોને હટાવવામાં આવ્યા છે. જેના કારણે સીનિયર નેતાઓમાં ખુબ જ અસંતોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પદાધિકારીઓ દ્વારા પણ ભાઇ અને ભત્રીજાઓ અને પુત્ર પુત્રીઓ માટે ટિકિટો માંગી હતી તે નહી મળતા અસંતોષ જોવા મળી રહ્યો છે. તેવામાં મધુશ્રીવાસ્તવ દ્વારા પોતાના પુત્રને અપક્ષ ઉભો રાખવામાં આવ્યો છે.
Trending Photos
વડોદરા : ભાજપ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથાનો દુખાવો સાબિત થઇ રહી છે. પ્રદેશ પ્રમુખ દ્વારા નવા અને ભણેલા ચહેરાઓને સ્થાન આપવામાંઆવી છે. આ ઉપરાંત વૃદ્ધ થઇ ગયેલા કે ત્રણથી પાંચ ટર્મથી જીતતા હોય તેવા ઉમેદવારોને હટાવવામાં આવ્યા છે. જેના કારણે સીનિયર નેતાઓમાં ખુબ જ અસંતોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પદાધિકારીઓ દ્વારા પણ ભાઇ અને ભત્રીજાઓ અને પુત્ર પુત્રીઓ માટે ટિકિટો માંગી હતી તે નહી મળતા અસંતોષ જોવા મળી રહ્યો છે. તેવામાં મધુશ્રીવાસ્તવ દ્વારા પોતાના પુત્રને અપક્ષ ઉભો રાખવામાં આવ્યો છે.
આ અંગે ધારાસભ્યએ જણાવ્યું કે, વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં મારો પુત્રએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તે ખુબ જ સારી રીતે જીત મેળવશે તેવો મને વિશ્વાસ છે. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારોને મારા આશીર્વાદ છે. ચૂંટણી માટે પ્રચાર કરશો કે કેમ તેવું પુછતા તેણે કહ્યું કે, ચોક્કસ તે મારો દિકરો છે. તેના માટે પ્રચાર કરવો તે બાપ તરીકે મારી ફરજ છે. હું જરૂર તેના માટે પ્રચાર કરીશ. આવુ કરતા મને કોઇ પણ રોકી શકે નહી.
આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવે વધારે એક ચિમકી ઉચ્ચારતા જણાવ્યું કે, મારી દીકરી નીલમને પણ જિલ્લા પંચાયતમાં ટિકિટ આપવામાં નહી આવે તો તે પણ અપક્ષ ઉભી રહેશે. તેના માટે પણ હું પ્રચાર કરીશ. દીપક શ્રીવાસ્તને ત્રણ સંતાનો હોવાની વાત પણ ખોટી અને નિપજાવી કઢાવાયેલી છે. મારા પરિવારને બદનામ કરવાનું કાવતરૂ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે