કયા મહિનામાં કેનેડા જવું સૌથી સારું, વિદ્યાર્થીઓના મૂંઝવતા સવાલનો આ છે જવાબ

Jobs In Canada : જો તમને કેનેડાના વાતાવરણની બીક લાગતી હોય તો માત્ર ચાર મહિના જ ઠંડી સહન કરવી પડે છે. તેથી કેનેડામાં આ દિવસોમાં આવવાનું ટાળવાનું

કયા મહિનામાં કેનેડા જવું સૌથી સારું, વિદ્યાર્થીઓના મૂંઝવતા સવાલનો આ છે જવાબ

Gujarati students in Canada : અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુકે આ ચારેયમાં હાલ કેનેડામાં જવા માટે સૌથી વધુ પડાપડી થઈ રહી છે. દરેક ગુજરાતીને કેનેડા જવું હોય છે. દર વર્ષે લગભગ હજારો વિદ્યાર્થીઓ સ્ટડી વિઝા પર કેનેડા પહોંચી જતા હોય છે. કેનેડા જવા માટે લોકો અગાઉથી અનેક પ્રિપેરેશન કરી લેતા હોય છે. કેનેડા જવા માટે ગાઈડ કરનારા અનેક લોકો મળી જાય છે. જેમની પાસેથી કેનેડા ક્યારે, કેવી રીતે જવુ અને ત્યા જઈને શું કરવુ તેની તમામ માહિતી મળી જાય છે. આવામાં આજે અમે તમને જણાવીએ કે કેનેડા જવાનો યોગ્ય સમય કયો છે. કેનેડા જતા લોકોને સૌથી વધુ ત્યાંનુ વેધર નડે છે. તેથી તેમ જે સમયે કેનેડા જતા હોય ત્યારે વેધર કેવુ છે તે જાણી લેવુ બહુ જ જરૂરી છે. 

બધા કહે છે કે, કેનેડામાં ઠંડી બહુ હોય છે. અહી બરફ પડે છે. આ સીઝન અસહ્ય હોય છે. પરંતુ અહી ઠંડીના માત્ર 4 મહિના જ ફાઈટ કરવાના હોય છે. મે મહિનાથી ઓક્ટોબર મહિના સુધી ભારત જેવુ જ વાતાવરણ હોય છે. બાકીના મહિના ઠંડી સહન કરવી પડે છે. કેનેડા કેવી રીતે જવુ અને ક્યારે જવુ તેના માટે યુટ્યુબ પર અસંખ્ય વીડિયો ઉપલબ્ધ છે. તેમજ કેનેડામાં કોઈને કોઈ ઓળખીતુ તો મળી જ જાય છે. આવામાં તમને કેનેડાની તમામ માહિતી મળી જાય. 

જો તમને કેનેડાના વાતાવરણની બીક લાગતી હોય તો માત્ર ચાર મહિના જ ઠંડી સહન કરવી પડે છે. તેથી કેનેડામાં આ દિવસોમાં આવવાનું ટાળવાનું. મોટાભાગના કહે છે કે, તમારે મે મહિનામાં કેનેડામાં આવવાનો પ્રયાસ કરવો જોઈએ. જેથી તમને ભારત જેવુ જ વાતાવરણ અહી મળી રહે. 

કેનેડા સ્થાયી થનાર એક વ્યક્તિએ કહ્યું કે, અહીં આવો એટલે સ્ટાર્ટિંગનાં 3 વર્ષ તો તનતોડ મહેનત કરવી જ પડે. ઘણી મુસીબતો આવશે જ. પછી સારી સ્ટેબલ લાઈફ મળશે, એ માટે તૈયાર રહેવું. પહેલી વાત એ કે અહીં આવો એટલે દરેક વસ્તુ બદલાઈ જાય. વેધર, લાઇફસ્ટાઇલ, કલ્ચર, ફૂડ વગેરે. આ બધાં માટે તૈયારી રાખવી પડે. આ બધું જેટલું જલદી એડોપ્ટ કરો એટલું વધારે સારું. કેનેડા આવીને તમારી લાઈફસ્ટાઈલ બહુ જ બદલાઈ જાય છે. 

કોને કેનેડામાં વધુ તકલીફ પડે છે
કેનેડામાં આવીને શરૂઆતમાં તકલીફ તો બધાને પડે છે. પરંતું એ ધ્યાન રાખો કે ધોરણ-12 બાદ આવવુ થોડુ અઘરુ પડે છે. કારણ કે, આ ઉંમરે વિદ્યાર્થીઓને ભણવાને બદલે બહાર પાર્ટ ટાઈમ નોકરી પણ કરવી પડે છે. આ કારણે આ વિદ્યાર્થીઓ વધુ ડિપ્રેશનમાં આવી જાય છે. અહી કેનેડામાં કલ્ચર અલગ છે. કોઈને સારો તો કોઈને ખરાબ અનુભવ થાય છે. તેથી વિદ્યાર્થીઓએ બે-ત્રણ મહિના બાદ ડિપ્રેશનમાં ન આવી જવું. આ સમય પણ નીકળી જશે એટલા પોઝિટિવ રહેવાનું. 

કેટલાકનું કહેવુ એવુ છે કે, કેનેડામાં ભારતીયોનું શોષણ પણ થાય. ઘણી વખત પિત્ઝાના સ્ટોરમાં એક મહિનો ટ્રેનિંગના નામે ગુજરાતીઓ તેમની પાસે મફતમાં કામ કરાવી લે છે. એક મહિના પછી કહી દે કે તને નથી આવડતું. તું લાયક નથી. પછી છૂટો કરી દે. આવું બહુ જ બને છે. પોતાના જ શોષણ કરે. સ્ટોરમાલિક પાછા ઇંડિયન જ હોય. તેથી આવી સ્થિતિથી પણ ડગમગી ન જવું. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news