રાજકોટમાં નરેશ પટેલની કોળી સમાજ બાદ અનુસુચિત જાતીના આગેવાનો સાથે સુચક બેઠક, કહ્યું કે હવે...
ખોડલધામ ખાતે અનુસૂચિત જાતિ અને નરેશ પટેલ વચ્ચે બેઠક પુર્ણ થઇ હતી. આ બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું કે, આ માત્ર એક શુભેચ્છા મુલાકાત હતી. આગેવાનોને ખાસ આગ્રહ છે કે હું રાજકારણમાં જોડાઉ. મારે દરેક સમાજને સાથે રાખીને કામ કરવાનું છે. દિલ્હી મુદ્દે હજુ મારી તારીખ નક્કી નથી થઈ ત્યારે જરૂર જણાવીશ. પી.એમ નરેન્દ્ર મોદીના સંબોધનમાં હાજર ન રહેવા મુદ્દે નરેશ પટેલે જણાવ્યું હતું કે, પહેલા ગાંઠીલાનો કાર્યક્રમ 3 વાગ્યાનો હતો તે પરિપુર્ણ થયો હતો. રામનવમી હોવાથી મારે રસ્તામાં ઘણા કાર્યક્રમો હોવાથી હું સવારમાં ત્યાં હાજર રહ્યો હતો. પીએમના કાર્યક્રમમાં હાજર રહી શક્યો નહોતો.
Trending Photos
રાજકોટ : ખોડલધામ ખાતે અનુસૂચિત જાતિ અને નરેશ પટેલ વચ્ચે બેઠક પુર્ણ થઇ હતી. આ બેઠક બાદ નરેશ પટેલે જણાવ્યું કે, આ માત્ર એક શુભેચ્છા મુલાકાત હતી. આગેવાનોને ખાસ આગ્રહ છે કે હું રાજકારણમાં જોડાઉ. મારે દરેક સમાજને સાથે રાખીને કામ કરવાનું છે. દિલ્હી મુદ્દે હજુ મારી તારીખ નક્કી નથી થઈ ત્યારે જરૂર જણાવીશ. પી.એમ નરેન્દ્ર મોદીના સંબોધનમાં હાજર ન રહેવા મુદ્દે નરેશ પટેલે જણાવ્યું હતું કે, પહેલા ગાંઠીલાનો કાર્યક્રમ 3 વાગ્યાનો હતો તે પરિપુર્ણ થયો હતો. રામનવમી હોવાથી મારે રસ્તામાં ઘણા કાર્યક્રમો હોવાથી હું સવારમાં ત્યાં હાજર રહ્યો હતો. પીએમના કાર્યક્રમમાં હાજર રહી શક્યો નહોતો.
આજે ગુજરાત અનુસૂચિત જાતિ સમાજના આગેવાન સાથે બેઠક બાદ નરેશ પટેલે તેના રાજકીય પ્રવેશને લઈને સસ્પેન્સ વધાર્યું હતું. આજે ફરી વખત ગુજરાતના અનુસૂચિત સમાજે ખોડલધામ અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરી હતી. આજે સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિના આગેવાનોએ રાજકોટ જિલ્લાના કાગવડના ખોડલધામ મંદિર ખાતે તેના સર્મથકો અને અન્ય આગેવાનો સાથે માં ખોડલના દર્શન કર્યા હતા. ત્યાર બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી.
આ ઉપરાંત અનુસૂચિત જાતિના આગેવાન સુરેશભાઈ બથવારના જણાવ્યા મુજબ અનુસૂચિત સમાજ અને પટેલ સમાજ સાથે મળીને કામ કરે તો ગુજરાતનો વિકાસ વધુ સારું થઇ શકે, તેવી બેઠકમાં ચર્ચા થઇ હતી. ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથે આ બાબતે વિગતે વાત કરી હતી, સાથે સાથે ગુજરાત સામાજિક આર્થિક બાબતે વધુ મજબૂત બને તે માટે તેવો નરેશ પટેલ સાથે ખંભે ખંભા મિલાવીને ચાલે તે જરૂરી છે. જે અનુસંધાને આજે નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. અહીં નરેશ પટેલને કોંગ્રસમાં જોડાવા માટે કહ્યું હતું અને કહ્યું હતું કે નરેશ પટેલ જેવી વ્યક્તિએ રાજકારણમાં આવીને રાજ્ય અને દેશની સેવા કરવી જોઈએ.
ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો સાથેની મિટિંગ બાદ ખોડલધામ ચેરમેન નરેશ પટેલે ફરીથી પોતાના રાજકીય પ્રવેશને લઈને સસ્પેન્સ રાખ્યું હતું. આ ઉપરાંત પોતાના રાજકીય પ્રવેશની ગતિવિધિ માટે દિલ્હી જવાને લઈને આગામી સમયમાં તેઓ દિલ્હી જશે કહીને તેઓની આગામી દિલ્હી મુલાકાત સાથે સસ્પેંશનમાં વધારો કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે હાલ અફવાઓનું બજાર ગરમ છે. આ ઉપરાંત રાજકીય પક્ષો પણ તેને રાજકારણમાં લાવવા મુદ્દે હુંસાતુંસી કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે