જિંદગીનો કોઈ ભરોસો નથી! જામનગરના ફેમસ હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો.ગૌરવ ગાંધીનું હાર્ટ એટેકથી મોત
heart expert death due to cardiac arrest : જામનગરના પ્રથમ હૃદય રોગના ડોક્ટરનું હૃદય રોગના હુમલાથી નિધન
Trending Photos
Jamnagar News જામનગર : જામનગરના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો. ગૌરવ ગાંધીનું હાર્ટ અટેક આવતા નિધન થયું છે. સૌરાષ્ટ્રના તેમજ જામનગરના સૌપ્રથમ હદય રોગના નિષ્ણાત ડોક્ટર ગૌરવ ગાંધીનું નિધન થતાં ડોક્ટર આલમમાં શોકની લાગણી જોવા મળી છે. બહુ જ નાની વયે ડોક્ટરનું નિધન થયું છે. હદય રોગનો હુમલો આવતા ડોક્ટરને સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અહીં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. તેમના મૃતદેહને પીએમ માટે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોકલાયો છે. જ્યાં બહાર મોટી સંખ્યામાં ડોક્ટરો એકઠા થયા છે અને જી જી હોસ્પિટલના ડીન નંદીની દેસાઈ પણ પીએમ રૂમ ખાતે પહોંચ્યા છે.
ડૉ. ગૌરવ ગાંધી માત્ર જામનગર કે ગુજરાત જ નહીં પરંતુ આંતરાષ્ટ્રીય કક્ષાએ પણ ખ્યાતિ પ્રાપ્ત હૃદયના ડૉક્ટરના નિષ્ણાત હતા. ત્યારે હાર્ટ રોગના નિષ્ણાત એવા તબીબના નિધનથી તબીબી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાર્ટ સ્પેશિયાલિસ્ટ જ પોતાનો જીવ બચાવી ન શક્યા. તેમનુ મોત સૌના માટે આશ્ચર્યનું કારણ બન્યું છે.
બન્યું એમ હતું કે, આજે ડો.ગૌરવ ગાઁધી પોતાના ઘરેથી હોસ્પિટલ જવા નીકળ્યા હતા, ત્યારે અચાનક તેમને હૃદયનો હુમલો આવ્યો હતો. જેના બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ તે પહેલા તેઓએ દમ તોડ્યો હતો.
વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો
આજકાલ વાયરલ વીડિયોમાં તમે એવુ જોતા હશો કે, કેટલાક લોકો પ્રસંગોમાં ઢળી પડે છે, તો કેટલાક ચાલતા ચાલતા મોતને ભેટે છે. તો કેટલાકને નાટકોમાં રોલ ભજવતા સમયે હાર્ટ એટેક આવે છે. ત્યારે જો તમે પણ એવુ વિચારો છો કે તમારી સાથે આવુ ન થાય તો આજથી જ તકેદારી રાખવાની શરૂઆત કરી દો. આ ઘટનાઓ મતલબ હાર્ટ એટેક. આજકાલ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. આવામાં જો તમે નાની ઉંમરમાં હાર્ટ એટેકનો શિકાર થવા ન માંગતા હોવ તો આજથી જ કેટલાક નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દો.
વર્તમાન જીવનશૈલીને નાની ઉંમરે હૃદય સંબંધિત સમસ્યા અને હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યાં છે. હાઈ બ્લડ પ્રેશરથી તેની શરૂઆત થાય છે. WHOના અહેવાલ પ્રમાણે સમગ્ર વિશ્વમાં 1.28 અરબ લોકો હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. પરતું એમાંથી 46 ટકા લોકોને ખબ જ નથી કે તેઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાય છે. જ્યારે લોકો કોઈ સમસ્યાની સારવાર માટે જાય છે, ત્યારે તેમને ખબર પડે છે કે તેમને હાઈ બીપી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે 20 થી 30 વચ્ચે જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટએટેકનું જોખમ ઘટાડી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે