બહારના પિત્ઝા ખાનારા સાવધાન, જામનગરના US પિત્ઝાના પિત્ઝામાંથી વંદો નીકળ્યો
cockroach in US pizza : પિઝા ખાવાના શોખીનો સાવધાન... અમદાવાદ બાદ જામનગરમાં પિઝામાંથી નીકળ્યો મરેલો વંદો... US પિઝામાંથી મંગાવેલા પિઝામાં વંદો આરોગ્ય વિભાગમાં કરાઈ ફરિયાદ...
Trending Photos
cockroach in US pizza Jamnagar મુસ્તાક દલ/જામનગર : જામનગર શહેરમાં બે દિવસમાં બે પેઢીમાં વાસી ખોરાક ની ઘટના સામે આવી છે. ગઈકાલે જામનગરના છાશ વાલા નામની દુકાનમાં આઈસ્ક્રીમ માંથી મૃત જીવાત મળી આવી હતી ત્યારે આજે પટેલ કોલોની પાસે આવેલ યુ.એસ પીઝામાંથી વંદો નીકળતા લોકોમાં ચર્ચા જાગી છે. મનપાની ફુડ શાખા દ્વારા યુએસ પિઝાને પાંચ દિવસ માટે તાળા મારવાનો આદેશ કર્યો છે.
જામનગર શહેરના પટેલ કોલોની પાસે આવેલ નામાંકિત યુએસ પિઝામાં ગયેલા મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની કચેરીમાં સિક્યુરિટી કર્મચારી તરીકે ફરજ બજાવતા અને એક્સ આર્મીમેનના પરિવારે પીઝાના ઓર્ડર કર્યા બાદ પીઝામાં વંદો નજરે પડતાં ચોકી ઉઠ્યા હતા અને મેનેજમેન્ટ ને જાણ કરી હતી.
મેનેજમેન્ટ એ આ બાબતે માફી પણ માંગી લીધી પરંતુ બીજા કોઈ લોકોના આરોગ્યને નુકસાન ન થાય તે માટે એક્સ આર્મી મેને પોતાની જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવી સૌપ્રથમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરાને જાણ કરી હતી ત્યારબાદ જામનગરની ફૂડ શાખાને આ અંગે જાણ કરી અને ફૂડ શાખા યુએસ પિઝામાં ચેકિંગ માટે પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ છાસ વાલા નામની પેઢીમાં આઈસ્ક્રીમમાંથી મૃત જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જામનગરમાં ફૂડ ચેકીંગ માટે લેબોરેટરી ન હોય અને સેમ્પલ વડોદરા ખાતે મોકલવામાં આવતા હોય છે અને પરિણામ આવવામાં ઘણો સમય વીતી જાય છે અને ત્યાં સુધીમાં બધા લોકો બધું ભૂલી જાય છે અને જે તે પેઢી સામે કોઈ કાર્યવાહી થતી નથી અને લોકો આવી પેઢીઓના વાસી ખોરાકના ભોગ બનતા રહે છે અને બનતા રહેશે તે પણ નક્કી છે. જામનગરમાં હાલ તો રાત્રી સફાઈ ઝુંબેશ ચાલી રહી છે પરંતુ વાસી ખોરાક ખવડાવતી પેઢીઓમાં પણ હવે સફાઈ ઝુંબેશ હાથ ધરવી પડશે તેવું લાગી રહ્યું છે.
જામનગર ફ્રુડ શાખાની કામગીરી પણ શંકા ઉપજાવે તેવી છે તેમ લોકોમાં ચર્ચા ઉઠી છે જોકે હાલ તો જામનગરના યુએસ પિઝામાં હાઇજેનિક કન્ડિશનમાં ખામી જણાતા ફૂડ શાખા દ્વારા કાર્યવાહી કરી પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે અને કામગીરી કરી સંતોષ માની લેવામાં આવ્યો છે. હવે જોવું એ રહ્યું કે જામનગરમાં અવારનવાર દુકાનોમાં દ્વારા દરોડા પાડતી ફુડ શાખા દ્વારા છાશ વાલા અને યુ એસ પિઝા સામે આગામી દિવસોમાં શું કાર્યવાહી કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે