Junagadh: કરોડોની હુંડીયામણ લાવી આપતો ઉદ્યોગ ડીઝલમાં ભાવ વધારાને કારણે મરણપથારીએ
દેશને વર્ષે કરોડોનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતો મત્સ્યોદ્યોગ મુશ્કેલીમાં માચ્છીમારોના કરોડો રુપીયા નિકાસકારો પાસે તો નિકાસકારોના કરોડો રુપીયા ચાઇનામાં ફસાતા મત્સયઉઘોગ મુકાયો મુશ્કેલીમાં મુકાયા છે. આર્થીક કટોકટીનો સામનો કરતા માચ્છીમારો ફીશીંગ બોટ શરુ કરવા અંગે ચીંતીત છે. મત્સ્યોદ્યોગ ઠપ્પ થવાની કગાર પર છે. ગુજરાતની 25 હજાર ફિશિંગ બોટો પર નિર્ભર લાખો લોકોની રોજગારી પર તોળાતો ખતરો છે. કુદરતી આફતો, કોરોના અને ડીઝલના અસહ્ય ભાવવધારાએ માછીમારોની કમર ભાંગી નાખી હતી. વેરાવળ ખાતે માછીમાર આગેવાનોની યોજાઈ ચિંતન બેઠક. દેશને હજારો કરોડનું વિદેશી હુંડીયામણ કમાઇ આપતો મત્સયઉઘોગ મરણપથારીએ છે.
Trending Photos
જૂનાગઢ: દેશને વર્ષે કરોડોનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતો મત્સ્યોદ્યોગ મુશ્કેલીમાં માચ્છીમારોના કરોડો રુપીયા નિકાસકારો પાસે તો નિકાસકારોના કરોડો રુપીયા ચાઇનામાં ફસાતા મત્સયઉઘોગ મુકાયો મુશ્કેલીમાં મુકાયા છે. આર્થીક કટોકટીનો સામનો કરતા માચ્છીમારો ફીશીંગ બોટ શરુ કરવા અંગે ચીંતીત છે. મત્સ્યોદ્યોગ ઠપ્પ થવાની કગાર પર છે. ગુજરાતની 25 હજાર ફિશિંગ બોટો પર નિર્ભર લાખો લોકોની રોજગારી પર તોળાતો ખતરો છે. કુદરતી આફતો, કોરોના અને ડીઝલના અસહ્ય ભાવવધારાએ માછીમારોની કમર ભાંગી નાખી હતી. વેરાવળ ખાતે માછીમાર આગેવાનોની યોજાઈ ચિંતન બેઠક. દેશને હજારો કરોડનું વિદેશી હુંડીયામણ કમાઇ આપતો મત્સયઉઘોગ મરણપથારીએ છે.
કોરોના કાળની વિપરીત અસરથી માછીમાર ઉઘોગને મોટો ફટકો પડયો હોવાથી માછીમારો બેહાલ બની ગયા છે. માછીમારોના એક્ષપોર્ટ કંપનીઓ પાસે કરોડોની રકમ ફસાઇ છે. આ પરિસ્થિતિના કારણે તીવ્ર આર્થીક સંકળામણનો સામનો કરી રહેલા માછીમારો માછીમારી કરી શકે તેમ ન હોવાથી રાજયની મોટાભાગની ફીશીગ બોટો ઠપ્પ ૫ડી છે. આવનારી સીઝન શરૂ કરવા અંગે અસંમજસની સ્થીતી સર્જાઇ છે. માચ્છીમારોએ ZEE મીડિયા સાથે કરેલા સંવાદમાં પોતાની સમસ્યાઓ સાથેની વ્યથા ઠાલવતા આ વર્ષ ફીશીંગની સીઝન શરુ કરવી ખુબજ કઠીન હોવાનુ જણાવ્યું હતું.
ગુજરાતમાં ૫ચ્ચીસ હજાર જેટલી ફીશીંગ બોટ થકી સાડા ત્રણ લાખ લોકો રોજગારી મેળવે છે તે બેરોજગાર બની જશે. સામાન્ય રીતે પહેલી ઓગષ્ટથી માચ્છીમારી સીઝનની શરૂઆત થાય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી સતત નુકસાની વેઠતા માચ્છીમારો આ વર્ષ માચ્છીમારીની શરૂઆત કરી શકે તેવી સ્થિતીમાંના હોવાથી આ ગંભીર સમસ્યા અંગે માચ્છીમાર આગેવાનો અને નિકાસકરોની અગત્યની બેઠક મળી હતી. જેમા માચ્છીમારોના નિકાસકારો પાસે રોકાયેલ રકમ અને નિકાસકારોના ચાઇનામાં તેમજ સરકારમાં ફસાયેલા નાણા વહેલી તકે છુટા થાય તેમજ માચ્છીમારોને એકસાઇઝ ડયુટીમાં રાહત સહીતની બાબતે ગંભીર ચર્ચાઓ થઇ હતી.
અંકદરે ભારત દેશને વર્ષ હજારો કરોડોનું વિદેશી હુંડીયામણ કમાઇ આપતો અને દેશના જીડીપીમાં મહત્વનું હીસ્સો ઘરાવતા મત્સ્યઘોગ પડી ભાંગવાના આરે પહોચ્યો છે, ત્યારે જો સરકાર તાકીદે આ બાબતની ગંભીરતા ઘ્યાને નહીં લે તો આવનારા દિવસોમાં લાખો લોકોની રોજગારીની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થવાની ભિતી માછીમાર આગેવાનો અને ફીશ એક્ષપોર્ટરોએ વ્યકત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે