UP માં પ્રવેશ કરવા માટે નેગેટિવ RTPCR રિપોર્ટ જરૂરી, મુખ્યમંત્રી યોગીનો નિર્ણય
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો કે માત્ર ચાર દિવસ પહેલાનો કોરોના નેગેટિવ તપાસ રિપોર્ટ દેખાડ્યા બાદ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ મળશે.
Trending Photos
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સંક્રમણ પર નિયંત્રણ કરી ચુકેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હવે અન્ય રાજ્યોથી ઉત્તર પ્રદેશ આવતા લોકોને લઈને ખુબ ગંભીર છે. મુખ્યમંત્રી યોગીએ નિર્દેશ આપ્યો કે જે રાજ્યોમાં પોઝિટિવિટી દર ત્રણ ટકાથી વધુ હોય ત્યાંના લોકોએ ઉત્તર પ્રદેશ આવવા માટે ફરજીયાત નેગેટિવ આરટી-પીસીઆર રિપોર્ટ લાવવો પડશે. તેમાં વિમાનની સાથે ટ્રેન અને રોડ માર્ગથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરનારા પર ખાસ ધ્યાન રાખવામાં આવશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો કે માત્ર ચાર દિવસ પહેલાનો કોરોના નેગેટિવ તપાસ રિપોર્ટ દેખાડ્યા બાદ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ મળશે. ચાર દિવસથી વધુ જૂનો રિપોર્ટ માન્ય રહેશે નહીં. આ સિવાય રસીના બંને ડોઝ લઈ ચુકેલા લોકોને ઉત્તર પ્રદેશમાં પ્રવેસ પર તપાસની જરૂર પડશે નહીં. તેણે બંને ડોઝનું સર્ટિફિકેટ દેખાડવું પડશે. ઉત્તર પ્રદેશ સરકારે તેને લઈને એરપોર્ટની સાથે રેલવે સ્ટેશન અને રાજ્ય માર્ગોને જોડતી સરહદ પર ચેકિંગ વધારી દીધુ છે. હાઈ કોવિડ પોઝિટિવિટી રેટવાળા રાજ્યોથી આવતા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે ટીમ-09 ની સાથે કોવિડની સ્થિતિની સમીક્ષા બેઠકમાં નિર્દેશ આપ્યો કે ઉત્તર પ્રદેશમાં આગમન પર બધા લોકોના એન્ટીજન ટેસ્ટ અને થર્મલ સ્ક્રીનિંગ જરૂ કરે. આ નિયમ આજથી લાગૂ કરી દેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં બહારથી આવતા લોકો પર ખાસ નજર રાખવામાં આવશે.
સ્વાસ્થ્ય કર્મીઓની ટીમ તૈનાત કરાશે
એરપોર્ટ, બસ અને રેલવે સ્ટેશન પર સતત ચેકિંગ કરવામાં આવશે. તે માટે સ્વાસ્થ્યકર્મીઓની ટીમ તૈનાત કરાશે. જે સતત આવી રહેલા લોકોનું મોનિટરિંગ કરશે. જેવ રાજ્યોમાં પ્રથમ ટકાથી વધુ પોઝિટિવિટી રેટથી તેના પર આ નિયમ લાગૂ થશે. આ સાથે ઉત્તર પ્રદેશમાં રસીકરણ અભિયાન પણ તેજીથી ચાલી રહ્યું છે. અત્યાર સુધી ચાર કરોડ લોકોને વેક્સિન લાગી ચુકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે