‘ક્યાર’ વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું, પણ દિવાળીની સવારથી જ ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદ પડ્યો...
Trending Photos
અમદાવાદ :ક્યાર વાવાઝોડા ((kyarr cyclonic)) ની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી છે. આજે જ્યારે ગુજરાતભરમાં દિવાળી (Diwali) નું સિલેબ્રિશન શરૂ થયું છે, ત્યારે સવારથી જ ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાતાવરણમાં બદલાવ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા 'ક્યાર'ની અસરને કારણે કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા જોવા મળ્યા છે. વરસાદી છાંટાને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. તો બીજી તરફ, ગુજરાત (Gujarat) ના દરિયા કિનારે જોરદાર કરંટ જોવા મળ્યો છે.
ઓમાન તરફ ફંટાયું
વાદળછાયા વાતાવરણ વચ્ચે હાલ ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે ક્યાર વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું છે. પરંતુ તેની અસર હાલ ગુજરાતમાં જોવા મળી છે. આ કારણે ગુજરાતના અનેક ભાગોમાં આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તો સાથે જ ક્યાંક વરસાદો પણ નોંધાયો છે. વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાથી પસાર થઈ પશ્ચિમી અરબી સમુદ્રથી ઓમાન તરફ જશે, જેથી હાલ તો રાહતના સમાચાર કહી શકાય.
દિવાળી પર ક્યાં ક્યાં વરસાદ પડ્યો
વાતાવરણમાં પલટાથી સાપુતારામાં વહેલી સવારે વરસાદી ઝાપટું પડ્યું છે. જેથી વાદળીયા વાતાવરણ વચ્ચે ભારે ઠંડક અનુભવાઈ રહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ ડિપ્રેશનની અસરને કારણે દક્ષિણ ગુજરાતના સાપુતારામાં પવનની ગતિ વધી છે. મોડી રાતથી ભારે પવન સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે. સાપુતારામાં ભારે પવનથી વાતાવરણ ઠંડુગાર બન્યું છે. તો બીજી તરફ, વડોદરાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. શહેરમાં સવારથી ધીમી ધારે વરસાદ શરુ થયો છે. સયાજીગંજ, ફતેગંજ, રાવપુરા, જેતલપુર સહિતના વિસ્તાર નોંધાયો છે. દિવાળીના દિવસે જ વરસાદ શરુ થતા લોકો ચિંતિત બન્યા છે. સુરેન્દ્રનગર શહેર તથા આસપાસના ગામોમાં પણ ઠંડાના ચમકારા સાથે છૂટોછવાયો વરસાદ પડ્યો છે. કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે. દીવ અને ગીર સોમનાથના દરિયા કિનારા નજીકના ગ્રામ્યપંથકમાં ઝરમઝર કમોસમી વરસાદનું આગમન થયું છે. દીવ નજીક ઉનાનું પાલડી, વાસોજ, ચીખલી, તો કોડીનાર નજીક કોટડા, માઢવાડ, છારા, સરખડી, બાવાના પીપળવા, સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો છે. ધીમીધારે વરસી રહેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
બોલિવુડની ઝાકમઝોળથી દૂર એક્ટર પંકજ ત્રિપાઠી પોતાના ગામમાં શું કરી રહ્યાં છે, જાણો ખાસ વાત
દ્વારકા ફેરી બોટ બીજા દિવસે પણ બંધ
યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ સતત બીજા દિવસે પણ બંધ છે. દરિયામાં ભારે પવન અને મોજાને કારણે ફેરી બોટ સર્વિસ બંધ રખાઈ છે. આજે દિવાળીના તહેવાર પર યાત્રાધામ બેટ દ્વારકા જતા પ્રવાસીઓ ઓખા જેટી પરથી પરત ફર્યા હતા. ગુજરાત મેરી ટાઈમ વોર્ડ દ્વારા યાત્રિકોની સલામતીને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે.
દરિયામાં કરંટ જોવા મળ્યો
અરબી સમુદ્રમાં સર્જાયેલ "ક્યાર" વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. દરિયા કિનારે મોજા ઉછળી રહ્યાં છે. રાજપરા બંદરે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. અહીં દરિયો સીમા તોડીને 60 મીટર સુધી આગળ વધ્યો છે. કસ્ટમ હાઉસની ઓફિસમાં દરિયાના પાણી ઘૂસ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા માછીમારોના શેડ તબાહ થયા છે. હજુ પણ તોફાની મોજામાં વધારો થઈ રહ્યો છે. કિનારો વટાવીને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે.
દ્વારકામાં દરિયાના પાણી ઘૂસ્યા
યાત્રાધામ દ્વારકાના બજારોમાં દરિયાના પાણી ઘૂસી આવ્યા છે. દરિયામાં ભરતી ઓટ અને લો પ્રેશરનાં કારણે પાણી બજારમાં ઘુસ્યા છે. જેથી સવારથી જ વાહનો અને રાહદારીઓ પ્રવાસીઓને હાલાકી પડી રહી છે. જો કે ત્રણેક કલાક બાદ પાણી ઉતરી જવાની સંભાવના દુકાનદારોએ વ્યક્ત કરી હતી. તો બીજી તરફ, હાલ ફટાકડા વેચી રહેલા વેપારીઓ પણ ચિંતામાં મૂકાયા છે. હવામાનમાં પલટો આવવાને કારણે ફટાકડા હવાઈ જવાના બનાવ બની રહ્યા છે. તો સામે જ કમોસમી વરસાદથી ખેડૂતોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે