RRSA દ્વારા ચામડાનો વિરોધ: અનોખા અભિયાનની આણંદથી શરૂઆત થઇ

શહેરમાં આરઆરએસએ સંસ્થા દ્વારા લોકો ચામડાનાં બનાવટની ચીજ વસ્તુઓ વાપરવાનું બંધ કરે અને લોકોમાં જીવદયા માટે જાગૃતિ આવે તે માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આજે ટાઉનહોલ પાસે સંસ્થાનાં કાર્યકરો દ્વારા ગાયનો પરિધાન અને સિંગડા પહેરી પ્રદર્શન કર્યું હતું. લોકોએ ચામડાની બનાવટની વસ્તુઓનો વપરાસ બંધ કરવાનાં સંકલ્પ પર હસ્તાક્ષર કર્યા હતા.
RRSA દ્વારા ચામડાનો વિરોધ: અનોખા અભિયાનની આણંદથી શરૂઆત થઇ

આણંદ : શહેરમાં આરઆરએસએ સંસ્થા દ્વારા લોકો ચામડાનાં બનાવટની ચીજ વસ્તુઓ વાપરવાનું બંધ કરે અને લોકોમાં જીવદયા માટે જાગૃતિ આવે તે માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આજે ટાઉનહોલ પાસે સંસ્થાનાં કાર્યકરો દ્વારા ગાયનો પરિધાન અને સિંગડા પહેરી પ્રદર્શન કર્યું હતું. લોકોએ ચામડાની બનાવટની વસ્તુઓનો વપરાસ બંધ કરવાનાં સંકલ્પ પર હસ્તાક્ષર કર્યા હતા.

ચામડાનાં બનાવટની ચીજ વસ્તુઓ બનાવવા માટે પશુઓની કતલ કરવામાં આવે છે, ત્યારે પ્રાણીઓની કતલ અટકાવવા અને જીવ હત્યા અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે આણંદની આરઆરએસએ સંસ્થા દ્વારા આજે આણંદ શહેરમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉનાં સમયમાં ચામડાના ફકત બુટ-ચપ્પલ બનતા હતા. જે ચામડું મરેલા પ્રાણીઓમાંથી લેવામાં આવતું હતું, પરંતુ હાલમાં ચામડામાંથી પાકીટ, પર્સ, પટ્ટા, જેકેટ,સીટ કવર, હેન્ડગ્લોવસ, ઘડિયાળના પટ્ટા જેવી અસંખ્ય વસ્તુઓ બનાવવામાં આવે છે. 

જેથી ચામડાનાં બનાવટની ચીજ વસ્તુઓની માંગ વધતા હવે મરેલા પ્રાણીઓમાંથી નહીં પ્રાણીઓની હત્યા કરીને ચામડુ લેવામાં આવે છે. જીવદયાની સંસ્કૃતિ ધરાવતું ભારત દેશ વિશ્વમાં ચામડાની ચીજ વસ્તુઓની બનાવટમાં સમગ્ર વિશ્વમાં બીજુ સ્થાન ધરાવે છે. ચામડા માટે પ્રાણીઓની કરાતી ક્રુર હત્યા અટકાવવા માટે લોકો ચામડાની બનાવટની ચીજ વસ્તુઓનો વપરાસ બંધ કરે તે માટે લોકોમાં જાગૃતિ લાવવા આરઆરએસએ સંસ્થાનાં કાર્યકરો દ્વારા ટાઉનહોલ પાસે ગાયનો પરિધાન અને સિંગડા ધારણ કરીને પશુઓની હત્યા સામે અનોખો વિરોધ પ્રદર્શન કર્યુ હતું. તેમજ લોકોએ પોતાનાં શોખ માટે કરાતો ચામડાની બનાવટની વસ્તુઓ વાપરવાનું બંધ કરવાનો સંકલ્પ લઈને હસ્તાક્ષર કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં જીવદયાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news