બરાબર બગડ્યા સુરતના મનપા કમિશનર, લાલ આંખ કરીને ઉદ્યોગકારોને કહી દીધું કે...
સુરતના વિકાસમાં ઉદ્યોગોનો મોટો ફાળો છે પણ કેટલાક ઉદ્યોગકારોની મનમાનીને કારણે મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીને લાલ આંખ કરવાની ફરજ પડી છે.
Trending Photos
તેજશ મોદી, સુરત : સુરતના વિકાસમાં ઉદ્યોગોનો મોટો ફાળો છે પણ કેટલાક ઉદ્યોગકારોની મનમાનીને કારણે મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીને લાલ આંખ કરવાની ફરજ પડી છે.
આ મામલાની વિગતો જોઈએ તો સુરતની વિખ્યાત પાંડેસર જીઆઇડીસીને મનપા પાણી પુરું પાડે છે. મનપા દ્વારા નદીનું પાણી 23 રૂપિયા પ્રતિ કિલોલીટરના ભાવે અને ટ્રિટમેન્ટ કરેલું પાણી 28.58 રૂ. પ્રતિ કિલોલીટરના ભાવે આપવામાં આવે છે. જોકે કેટલાક ઉદ્યોગકારો ટ્રિટમેન્ટ કરેલું પાણી લે છે પણ પૈસા સાદા પાણીના ચૂકવે છે. આમ, લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ ઉદ્યોગકારોએ મનપાને 18 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ ચૂકવી નથી.
ઉદ્યોગકારો પાસેથી લેવાની નીકળતી આ રકમ વિશે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તાકીદે પૈસા નહીં ચુકવાય તો કાર્યવાહી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે