ગુજરાતમાં આવતીકાલથી ખૂલશે હોટલ-રેસ્ટોરા, મોલમાં 6 ફૂટનું અંતર રાખવું ફરજિયાત
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસના કારણે કરાયેલા લોકડાઉનમાં 75 દિવસ સુધી આખુ ગુજરાત બંધ રહ્યું છે. થોડી થોડી છૂટછાટ બાદ હવે ફરી બધુ ધમધમતુ થયું છે. હવે આવતીકાલે 8 જૂને અનલોકનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. 8 જૂનથી ગુજરાતમાં હોટલો, રેસ્ટોરન્ટ્સ અને મોલ ખૂલવા (Unlock1) જઈ રહ્યાં છે. સરકાર દ્વારા હોટલ, રેસ્ટોરન્ટ્સ અને મોલ ખોલવાની પરમિશન આપી દેવાઈ છે. જોકે, આ માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, જેનુ પાલન કરીને જ આ તમામ બાબતો ખોલવાની પરમિશન આપવામાં આવી છે. આવતીકાલથી હોટેલ, રેસ્ટોરન્ટ્સ અને મોલમાં જનારા લોકોને ટેમ્પરેચર સ્ક્રીનિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. માસ્ક વગર કોઈ પણ વ્યક્તિને આ સ્થળોએ પ્રવેશ આપવામાં નહિ આવે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પૂરતુ પાલન કરવું પડશે.
83 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, અમદાવાદમાં હવે ચૂકવવા પડશે આટલા રૂપિયા
મોલ ખોલવા માટે આ બાબતોનું ધ્યાન રાખવુ પડશે
- મોલમાં પ્રવેશતી બે વ્યક્તિઓ વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું ફરજિયાત રહેશે.
- એક-એક બેચમાં લોકોને મોલમાં એન્ટ્રી આપવામાં આવશે.
- મોલમાં મર્યાદિત લોકોને જ એન્ટ્રી મળશે.
- મોલમાંની બેન્ચ પર સમય સમયે જુદી જુદી વ્યક્તિઓ બેસતી હોવાથી તેના દરવાજાના નોબને જુદી જુદી વ્યક્તિઓ પ્રવેશતી હોવાથી તેને વારંવાર સાફ કરવું જરૂરી છે.
- લિફ્ટના બટન અને એલિવેટરની રેલિંગ પણ વારંવાર સાફ કરવી પડશે.
અમદાવાદ : મેઘાણીનગરમાં થોડા દિવસ પહેલા જ રિપેર કરેલો રોડ દબાઈ ગયો, અનાજથી ભરેલી ટ્રક પલટી
હોટલ-રેસ્ટોરન્ટ્સ માટે આ બાબતોનું ધ્યાન રાખવુ પડશે
- હોટલ રેસ્ટોરન્ટ્સમાં બેસવાની ક્ષમતાના માત્ર 50 ટકા લોકોને જ પ્રવેશ અપાશે
- મેનુ એક ગ્રૂપના લોકોને આપ્યા બાદ બીજા ગ્રૂપને આપી શકાશે
- લોકો પાર્સલ લઈ જાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવશે
- ડિલીવરી કરવા જનાર વ્યક્તિનું ફરજિયાત સ્ક્રીનિંગ થવુ જરૂરી છે
આ ઉપરાંત મોલ, રેસ્ટોરન્ટ્સ અને હોટલમાં એસી માટે સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ પાલન કરવું પડશે. તેમજ આ સ્થળોએ કામ કરતા કર્મચારીઓનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. તેમજ હોટલના સંચાલકોએ ટ્રાવેલરની હિસ્ટ્રી રાખવી પડશે.. લગેજને સેનેટાઈઝ કર્યા બાદ જ હોટલમાં અંદર લેવામાં આવશે. તેમજ હોટલના સ્ટાફ એકબીજા સાથે ઈન્ટરકોમથી વાત કરે તેવી વ્યવસ્થા રાખવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે