મોટો ઝટકો! કચ્છની કેસર કેરીના ચાહકોને કેટલી જોવી પડશે રાહ? સામે આવ્યા છે મોટા સમાચાર
ચાલુ વર્ષે 10900 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકાનો સમાવેશ થાય છે. સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ અને કરાના લીધે 4500 હેક્ટરમાં કેરીના બગીચામાં આંશિક નુકસાની ગઈ છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે ફળોનો રાજા અને સૌ કોઈના પ્રિય ફળ કેરીની શરૂઆત થવાની છે, ત્યારે સૂકા રણપ્રદેશ કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે 10,900 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે તો કમોસમી વરસાદના મારના કારણે 4500 હેક્ટર જેટલા વિસ્તારમાં આંશિક નુકસાની થઈ છે.
ચાલુ વર્ષે 10900 હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકાનો સમાવેશ થાય છે. સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ અને કરાના લીધે 4500 હેક્ટરમાં કેરીના બગીચામાં આંશિક નુકસાની ગઈ છે. આ વર્ષે 8500થી 9000 હેક્ટરમાં ઉત્પાદન થવાની શક્યતા છે. બજારમાં પણ કચ્છની કેસર કેરીની માંગ વધારે રહેતી હોય છે.ચાલુ વર્ષે કચ્છના ખેડૂતોએ વધુ 300 હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કર્યું છે. હાલ કચ્છના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે જેથી કેસર કેરીના ઉત્પાદનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.
છેલ્લાં અનેક વર્ષોથી ખેતી કરી રહેલા પ્રગતિશીલ ખેડૂત હરેશ ઠકકરે Zee media ને જણાવ્યું હતું કે, આ વર્ષે કચ્છની કેસર કેરી 15 મેથી બજારમાં આવશે અને લોકો તેનો આનંદ લઇ શકશે.કચ્છની કેસર કેરીનો સ્વાદ જ લાજવાબ હોય છે. કેસર કેરી ખૂબ જ સ્વાદપ્રિય હોય છે અને તેને હાથથી કાપીએ કે ચપ્પુથી કાપીએ તો પણ તેમાંથી રસ નથી ટપકતું પણ તે એટલું જ સ્વાદિષ્ટ અને રસદાર હોય છે.
આ વખતે કમોસમી વરસાદના લીધે તેમજ કરા પડવાના કારણે કચ્છના અમુક વિસ્તારોમાં કેરીના બગીચામાં નુકસાની થઈ છે, તો કેટલાક ખેડૂતોએ નુકસાન બાદ સારી ટ્રીટમેન્ટ કરી છે. કમોસમી વરસાદ આવ્યા બાદ કેરીના ઝાડમાં ફંગસ લાગી હતી જેના કારણે કેરીના ફૂલ તેમજ પાકમાં નુકસાની જાય છે. પરંતુ આ ફંગસ દૂર કરવા માટે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તેવા ખેડૂતોએ ખાટી છાસ તાંબા સાથે છંટકાવ કરી છે તો અમુક ખેડૂતોએ કેમિકલનો છંટકાવ કર્યું છે તો તેવા વૃક્ષો પર પાક બચી ગયું છે તો અમુક જગ્યાએ ટ્રીટમેન્ટ કરવા છતાં પણ પાક નથી બચ્યું તેવું હરેશ ઠક્કરે જણાવ્યું હતું.
વધુમાં ખેડૂતે જણાવ્યું હતું કે,કમોસમી વરસાદ બાદ પણ જે ખેડૂત પાસે કેરીનો પાક બચ્યો છે તે ખેડૂત આ વર્ષે પૈસાદાર બની જશે કારણ કે જે લોકો પાસે કેરીનો માલ બચ્યો જ નથી તે આ વર્ષે કંઈ નહીં વેંચી શકે અને જેની પાસે તે માલ છે તે આ વર્ષે કેરીના સારા ભાવ મેળવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર કચ્છની કેસર કેરીની વાત કરતા હોય છે ત્યારે પૂરા વિશ્વમાં કચ્છની કેસર કેરીની માંગ વધારે રહેતી હોય છે અને કચ્છી ખેડૂતો પોતાની આવક બમણી કરી રહ્યા છે.
કેરીની નિકાસ અંગે વાતચીત કરતાં ખેડૂતે જણાવ્યું હતું કે, આમ તો સરકાર ખેડૂતો સાથે જોડાયેલ જ છે પરંતુ જ્યારે નિકાસની વાત આવે છે ત્યારે આ વર્ષે પાક પણ ઓછો થશે ત્યારે ખેડૂતો પણ ઈચ્છે છે કે નિકાસ વખતે કાર્ગો માટે સરકાર ખેડૂતોને સબસિડી આપે તો સરકાર તો સબસિડી આપશે પરંતુ તેનો લાભ વેપારી લઈ લે છે અને સબસિડીનો લાભ ખેડૂતોને નથી મળતો અને વેપારીઓ તેનો લાભ લઈ લે છે. આ વર્ષે કચ્છની કેસર કેરીનો ભાવ પ્રતિ 10 કિલો 700 થી 1200 રૂપિયા મળે તેવી આશા છે.ઉપરાંત કચ્છની કેસર કેરીનો સ્વાદ જ એવો હોય છે કે આટલા ભાવમાં તો વેંચાણ આરામથી થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે