જ્યાં લોકો ચીપિયા વડે રોટલી શેકે છે ત્યાં આ નિર્દયી પિતા દીકરીના ચામડા શેકતો! ઘટના જાણી કંપી ઉઠશો

રોટલી શેકવાના ચીપિયાથી 9 વર્ષની બાળકીને ડામ દેવાયા છે. આ ઘટના સંદર્ભે અમદાવાદના રબારી જીતુભાઈ ગફૂરભાઈ એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જ્યાં લોકો ચીપિયા વડે રોટલી શેકે છે ત્યાં આ નિર્દયી પિતા દીકરીના ચામડા શેકતો! ઘટના જાણી કંપી ઉઠશો

મહેસાણા: મહેસાણામાં 9 વર્ષની દીકરીને સગા પિતાએ જ ડામ આપી માર માર્યાની હિચકારી ઘટના સામે આવી છે. રોટલી શેકવાના ચીપિયાથી ડામ આપી પિતાએ માર માર્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના જીતુ રબારી સામે બાળકીના મામાએ ફરિયાદ નોંધાવી છે.

જીતુ રબારીના છૂટાછેડા થતા બાળકી તેના મામાને ઘરે રહેતી હતી. પરંતુ સામાજિક સમજૂતી બાદ જીતુ રબારી દીકરીને અમદાવાદ લાવ્યો હતો. પરંતુ છેલ્લા 3 મહિનાથી જીતુ રબારી 9 વર્ષની દીકરીને રોટલી શેકવાના ચીપિયાથી ડામ આપી માર મારતો હતો. જેની જાણ થતા બાળકીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ મામાને ઘરે પરત લઈ જવામાં આવી છે. પરંતુ આ હેવાન પિતાની કરતૂત સામે બાળકીના મામાએ ફરિયાદ નોંધાવી છે અને જીતુ રબારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ પણ કરવામાં આવી છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) September 17, 2022

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, 9 વર્ષની દીકરીને પિતાએ ડામ દઇ માર માર્યો હોવાની ઘટનાના કારણે ખળભળાટ મચ્યો છે. એટલું જ નહીં, રોટલી શેકવાના ચીપિયાથી 9 વર્ષની બાળકીને ડામ દેવાયા છે. આ ઘટના સંદર્ભે અમદાવાદના રબારી જીતુભાઈ ગફૂરભાઈ એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

હાલ આ ઘટના બાદ ગાંધીનગર સિવિલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં માહિતી મળી રહી છે કે ફરિયાદીની બહેનના આરોપી સાથે છૂટાછેડા થયા હતા. છૂટાછેડા બાદ 9 વર્ષીય ભાણી મામાને ઘરે રહેતી હતી. પરંતુ સામાજિક સમજૂતીથી તેના પિતા જીતુભાઈ અમદાવાદ લઇ ગયા હતા. જ્યાં છેલ્લા ત્રણ મહિનાથી પિતા જીતુ રબારી 9 વર્ષીય દીકરી ડામ દઇ માર મારતો હતો. જેની તેના મામાને જાણ થતા કડી અને ગાંધીનગરમાં સારવાર અપાઈ રહી છે. 

મહત્વનું છે કે, સારવાર આપીને બાળકીને કડીના બલાસાર ગામે મામાને ત્યાં હેમખેમ લવાઈ હતી. બાળકીના પિતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય પગલાં ભરવા માંગ કરાઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news