Check New Rates: શ્વેતક્રાંતિની વાતો વચ્ચે ગુજરાતમાં દૂધ બન્યું મોંઘુ, અમૂલ-મધર ડેરીએ વધાર્યા ભાવ
મધર ડેરી માટે બુધવારે ફૂલ ક્રીમ દૂધની કિંમત 59 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 61 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે. ટોંડ દૂધની કિંમત વધીને 51 રૂપિયા અને ડબલ ટોંડ દૂધની કિંમત 45 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે. ગાયના દૂધની કિંમત 53 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવશે
Trending Photos
Milk Price Hike: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યો છે. હવે આવતીકાલથી બજારમાં દૂધ બે રૂપિયા પ્રતિ લીટર મોંઘું વેચાશે. આ સાથે સાથે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. તમને જણાવી દઇએ કે આવતીકાલથી એટલે કે 17 ઓગસ્ટ 2022 થી લાગૂ થશે. GCMMF એ એક નિવદેનમાં કહ્યું કે 'અમૂલ બ્રાંડ હેઠળ દૂધ અને દૂધ ઉત્પાદકોના બજાર ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમદાવાદ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અમૂલ ગોલ્ડની કિંમત 31 રૂપિયા પ્રતિ 500 એમએલ, અમૂલ તાજા 25 રૂપિયા પ્રતિ 500 એમએલ અને અમૂલ શક્તિ 28 રૂપિયા પ્રતિ એમએલ હશે.
આવતીકાલથી શું હશે નવા ભાવ?
મધર ડેરી માટે બુધવારે ફૂલ ક્રીમ દૂધની કિંમત 59 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 61 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે. ટોંડ દૂધની કિંમત વધીને 51 રૂપિયા અને ડબલ ટોંડ દૂધની કિંમત 45 રૂપિયા પ્રતિ લીટર થઇ જશે. ગાયના દૂધની કિંમત 53 રૂપિયા પ્રતિ લીટર કરી દેવામાં આવશે. મધર ડેરીના જથ્થાબંધ વેંડેડ દૂધ (ટોકન દૂધ)ની કિંમત 46 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 48 રૂપિયા કરી દેવામાં આવી છે. અધિકારીએ કહ્યું કે કંપનીએ ગત પાંચ મહિનામાં ઇનપુટ લાગતમાં વધારો જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે કાચા દૂધની કૃષિ કિંમતોમાં લગભગ 10-11 ટકાનો વધારો થયો છે. આ પ્રકારે ગરમીની લહેર અને વિસ્તારીત ગરમીની સિઝનના કારણે ફીડ અને ચારના ખર્ચમાં પણ ઉલ્લેખનીય વધારો થયો છે.
જીસીએમએમએફે કહ્યું કે 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો એમઆરપીમાં 4 ટકાનો વધારામાં તબદીલ થઇ જાય છે જે સરેરાશ ખાદ્ય ફુગાવોથી ઓછો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ વધારો દૂધના સંચાલન અને ઉત્પાદનના કુલ ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. એકલા પશુ આહાર ખર્ચ પાછળ વર્ષની તુલનામાં લગભગ 20 ટકા સુધીનો વધારો થઇ ગયો છે.
મધર ડેરીએ શું કહ્યું?
મધર ડેરીએ એક નિવેદનમાં કહ્યું કે ''કંપની વિભિન્ન ઇનપુટ ખર્ચમાં વધારો અનુભવાઇ રહ્યો છે જે ગત પાંચ મહિના દરમિયાન અનેક ગણો વધી ગયો છે. ઉદાહરણ તરીકે ઉક્ત સમયગાળામાં કાચા દૂધની કૃષિ કિંમતોમાં લગભગ 10-11 ટકાનો વધારો થયો છે. દેશમાં પહેલાં હીટવેવ જોવા મળી અને વિસ્તારિત ગરમીની સિઝનના કારણે તે સમયે ફીડ અને ચારના ખર્ચમાં ઉલ્લેખનીય વધારો જોવા મળ્યો છે. કૃષિ કિંમતોમાં વધારો આંશિક રૂપથી ગ્રાહકોને આપવામાં આવી રહ્યો છે. જેથી બંને હિતધારકો- ગ્રાહકો અને ખેડૂતોના હિતોને સુરક્ષિત કરવામાં આવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે