પ્રજાસત્તાક દિવસ પ્રસંગે ગુજરાતના 2 IPS સહિત 11 પોલીસકર્મીઓને પ્રેસિડેન્ટ એવોર્ડની જાહેરાત, જાણી લો યાદી
Gallantry Awards List: ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારી તથા જવાનોને 26મી જાન્યુઆરી-2025 (પ્રજાસત્તાક દિવસ)ના પ્રસંગે વિશિષ્ટ સેવા/પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો મહામહિમ રાષ્ટ્રપતિનાઓએ જાહેર કર્યા છે.
Trending Photos
Republic Day 2025: આવતીકાલે એટલે કે 26મી જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ગણતંત્ર દિવસ નિમિત્તે વીરતા પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે 942 જવાનોને શૌર્ય પુરસ્કાર આપવામાં આવશે. આ યાદીમાં અનેક પોલીસ અધિકારીઓ, ફાયર ઓફિસર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ સર્વિસના જવાનો અને અધિકારીઓના નામ સામેલ છે.
દેશના 942 જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવશે. જેમાં 95 જવાનોને વીરતા પદક, 101 જવાનોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક અને 746 જવાનોને સરાહનીય સેવા માટે ચંદ્રકથી સન્માનિત કરવામાં આવશે. આ લિસ્ટમાં ગુજરાતના 11 જવાનોનો નામ પણ સામેલ છે. જેમાં ગુજરાતના બે મોટા અધિકારીને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક (PSM) થી સન્માનિત કરવામાં આવશે.
પ્રજાસત્તાક દિવસ 2025ના પ્રસંગે ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ-11 પોલીસ અધિકારીઓ તથા જવાનોને મહામહિમ રાષ્ટ્રપતિના હસ્તે પોલીસ ચંદ્રકો માટે જાહેરાત કરાઈ છે. જેમાં 2 વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા 09 પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર કરાયા છે.
ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ-11 પોલીસ અધિકારીઓ તથા જવાનો..
- બ્રજેશકુમાર ઝા. (IPS) અધિક પોલીસ મહાનિદેશક - પોલીસ કમિશ્નર, રાજકોટ શહેર
- દિગ્વિજયસિંહ પથુભા ચુડાસમા, નાયબ પોલીસ અધિક્ષક - પોલીસ મહાનિદેશકની કચેરી, પોલીસ ભવન, ગાંધીનગર
- નિલેશ જાજડીયા, (IPS) પોલીસ મહાનિરીક્ષક - પોલીસ મહાનિરીક્ષક, જુનાગઢ વિભાગ, જુનાગઢ
- ચિરાગ કોરડીયા, (IPS) પોલીસ મહાનિરીક્ષક - પોલીસ મહાનિરીક્ષક, સરહદી વિભાગ, કચ્છ-ભુજ
- અશોકકુમાર રામજીભાઇ પાંડોર, હથિયારી નાયબ પોલીસ અધિક્ષક - રા.અ.પો.દળ જુથ-15ની કચેરી, ઓ.એન.જી.સી. મહેસાણા
- દેવદાસ ભીખાભાઇ બારડ, હથિયારી નાયબ પોલીસ અધિક્ષક - રા.અ.પો.દળ જુથ-18ની કચેરી, એકતાનગર, નર્મદા
- બાબુભાઇ જેઠાભાઇ પટેલ, બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર - અધિક પોલીસ મહાનિદેશકની કચેરી, એ.ટી.એસ. અમદાવાદ શહેર
- હિરેનકુમાર બાબુલાલ વરણવા, હથિયારી એ.એસ.આઇ. - પોલીસ અધિક્ષકની કચેરી, જામનગર
- હેમાંગકુમાર મહેશકુમાર મોદી, અનાર્મ હેડ કોન્સ્ટેબલ - પોલીસ કમિશ્નરની કચેરી, અમદાવાદ શહેર
- મુકેશકુમાર આનંદપ્રકાશ નેગી, એ.આઇ.ઓ - અધિક પોલીસ મહાનિદેશકની કચેરી. (ઈન્ટે) ગુ.રા ગાંધીનગર (વડોદરા રીજીયન)
- સુરેન્દ્રસિંહ દિલીપસિંહ યાદવ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ - પોલીસ અધિક્ષકની કચેરી, ગાંધીનગર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે