'દાદા'ના રાજમાં બાબુઓનું આવી બન્યું! ગુજરાત સરકારે વધુ એક મોટા અધિકારીને ઘરભેગા કર્યા

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ ઓડર કરાયો છે. પંકજ બારોટ સામેની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી, જ્યુડિશિયલ અને ક્રિમિનલ પ્રોસિડિંગ તેમના આ પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ પછી પણ ચાલુ રહેશે.

Trending Photos

'દાદા'ના રાજમાં બાબુઓનું આવી બન્યું! ગુજરાત સરકારે વધુ એક મોટા અધિકારીને ઘરભેગા કર્યા

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકાર હાલ એક્શનમાં હોય તેવું લાગી રહ્યું છે. સરકારે વધુ એક અધિકારીને ફરજિયાત પણ ઘેર બેસાડી દેવામાં આવ્યા છે. પેટલાદ નગરપાલિકાના મ્યુનિસિપલ ચીફ ઓફિસર પંકજ બારોટને સરકારે પ્રિમેન્ચ્યોર રિટાયડ કર્યા છે. 20 જુલાઈ 2024ના રોજથી તાત્કાલિક અસરથી પ્રિમેચ્યોર રિટાયર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ ઓડર કરાયો છે. પંકજ બારોટ સામેની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી, જ્યુડિશિયલ અને ક્રિમિનલ પ્રોસિડિંગ તેમના આ પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ પછી પણ ચાલુ રહેશે.

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી સરકારી કામગીરીમાં બેદરકારી દાખવતાં હોય, ગેરરીતિ આચરતા હોય, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા હોય તેમજ જેમની સામે ખાતાકીય તપાસ અને ક્રિમિનલ કે જ્યુડિશિયલ કાર્યવાહી ચાલી રહી હોય તેવા અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને વહેલા નિવૃત્ત કરી દેવાયા છે. 

જેના અંતર્ગત વધુ એક વર્ગ-૧ ના અધિકારી સામે કાર્યવાહી કરીને ઘેર બેસાડી દેવાયા છે. જેના અંતર્ગત રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ના નાયબ સચિવ મનીષ સી. શાહ દ્વારા એક નોટિફિકેશન પ્રસિદ્ધ કરાયું છે. જેમાં પેટલાદ નગરપાલિકાના મ્યુનિસિપલ ચીફ ઓફિસર તરીકે કાર્યરત પંકજ આઈ. બારોટને 20 જુલાઇ 2024થી તાત્કાલિક અસરથી પ્રીમેચ્યોરલી રિટાયર (ફરજિયાત નિવૃત્ત) કરી દેવાયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news