વીઘા જમીનો ધરાવતા પાટીદાર સમાજ હવે ક્રાંતિના માર્ગે, પરિવર્તન લાવવા લેવાયા આ નિર્ણયો
Patidar Samaj : વર્ષ 1958 માં પાટીદાર સમાજમાં બંધારણ તૈયાર કરાયુ હતું, તે રીતે 65 વર્ષ બાદ ફરીથી બંધારણ બનાવાશે, જેમાં મહિલાનો મહત્વનો રોલ રહેશે... સમાજમા વ્યાપેલા કુરિવાજો દૂર કરાશે
Trending Photos
Patidar Power : ગુજરાતમાં પાટીદાર સમાજની ગણતરી સુખી સંપન્ન સમાજમાં થાય છે. પાટીદાર સમાજ માટે એવુ કહેવાય છે કે, ભગવાન કા દિયા સબ કુછ હૈ. દરેક પાટીદારની કિંમત તેના વીધા જમીનોથી થાય છે. જેની પાસે વધુ જમીન તે વધુ સશક્ત. ત્યારે આ સુખી સંપન્ન સમાજમા વ્યાપેલી કુરિવાજોને દૂર કરવા કમર કસાઈ છે. બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની બહેનોએ પ્રીવેડિંગ ફોટોશૂટ, બેબી શાવર, રિસેપ્શન જેવા ખર્ચાળ અને બિનજરૂરી પ્રથા બંધ કરવા અભિયાન ઉપાડ્યું છે. આ માટે 28 મેના રોજ પાટણમાં 3000 બહેનો સંકલ્પ લેશે.
બેતાલીસ લેઉવા પાટીદાર સમાજની બહેનોની કુપ્રથા બંધ કરવા સમાજ સુધાર ચળવળ શરૂ કરી છે. જેમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યમાં વરસતી સમાજની મહિલાઓ જોડાઈ છે. 65 વર્ષ પછી પાટીદાર સમાજની મહિલાઓ બંધારણ તૈયાર કરશે. જેમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ, હલ્દી રસમ, રિસેપ્શન, બેબી શાવર જેવી ખર્ચાળ અને દેખાદેખીમાં શરૂ કરાયેલી પ્રથા સહિતના કેટલાક કુરિવાજો બંધ કરવા નિર્ણય લેવાયો છે.
ઉત્તર ગુજરાતના 53 ગામ ઉપરાંત અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, કચ્છ, રાજકોટ તેમજ મુંબઈમાં રહેતી સમાજની બહેનોએ અભિયાનમાં જોડાઈને સંકલ્પ લેશે. આ માટે 28 મેના રોજ પાટણમાં વિશાળ મહિલા સંમેલન યોજાશે. જેમાં 3000 જેટલી મહિલાઓ કુરિવાજોને બંધ કરવા સંકલ્પ લેશે.
વર્ષ 1958 માં પાટીદાર સમાજમાં બંધારણ તૈયાર કરાયુ હતું, તે રીતે 65 વર્ષ બાદ ફરીથી બંધારણ બનાવાશે, જેમાં મહિલાનો મહત્વનો રોલ રહેશે.
આવિશે મહિલા સંગઠનના અગ્રણી કાંતાબેન પટેલ જણાવે છે કે, હાલ યુવા પેઢી ટીવી અને મોબાઈલ જોઈને તેનુ અનુકરણ કરી રહી છે. આ કુરિવાજોને અત્યારથી જ બંધ કરાવવાની જરૂર છે. અમને આશા છે કે ભવિષ્યમાં તેનુ સારુ પરિણામ મળશે. તો બેતાલીસ લેઉવા પાટીદાર યુવા સંગઠનના સંયોજગ હાર્દિક પટેલ અડિયાએ જણાવ્યું કે, અમારા પ્રયાસો રંગ લાવી રહ્યાં છે. અડિયા ગામના દશરથભાઈના પુત્રના રિસેપ્શનમાં કવર ન લેવા શરૂઆત કરાવાઈ હતી. 2 મહિનામાં 26 ગામોએ કવર પ્રથા બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અધાર ગામના એક પિરાવેર સીમંત પ્રસંગે ખોળામાં રૂપિયા નાંખવાની પ્રથા બંધ કરવાની પહેલ કરી છે. મહિલા સંગઠનના આ પ્રયાસોથી ધીરે ધીરે જાગૃતિ આવી રહી છે, અને લોકો કુરિવાજોને તિલાંજલિ આપી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે