પરપ્રાંતીય પર હુમલાઓના પગલે પોલીસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર, મળશે તાત્કાલીક સહાય

 સાબરકાઠા, બનાસકાંઠા, મહેસાણા, અને પાટણ જેવા જિલ્લાઓમાં પરપ્રાતીયો પર હુમલાઓનું પ્રમાણ વધી રહ્યું છે. 

પરપ્રાંતીય પર હુમલાઓના પગલે પોલીસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર, મળશે તાત્કાલીક સહાય

મહેસાણા: રાજ્યમાં હપરપ્રાંતીય લોકો પર હુમલાઓનું પ્રમાણ વધી રહ્યું છે. હિંમતનગરમાં 14 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર શખ્સ પરપ્રાતિય હોવાથી લોકો પરપ્રાંતીયો પર રોષ જોવા મળી રહ્યો છે. જેથી ઠેરઠેર લોકો દ્વારા પરપ્રાતીય લોકો પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. સાબરકાઠા, બનાસકાંઠા, મહેસાણા, અને પાટણ જેવા જિલ્લાઓમાં પરપ્રાતીયો પર હુમલાઓનું પ્રમાણ વધી રહ્યું છે. જેથી પોલીસ દ્વારા કાયદો હાથમાં લેનાર પર સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને સરકાર દ્વારા પણ પરપ્રાતીયને કોઇ પણ જાતની તકલીફ ન પડે તે માટેના પગલા લેવામાં આવી રહ્યા છે. 

મહેસાણા પોલીસે જાહેર કરી હેલ્પલાઇન
પરપ્રાતીયો પર વધી રહેલા હુમલાઓને ધ્યાને રાખીને મહેસાણા એસ.પી દ્વારા મહેસાણામાં હેલ્પલાઇન નંબર શરૂકરી દેવામાં આવ્યો છે. જો કોઇ પણ પરપ્રાંતીય પર હુમલો અથવા ધમકી મળે તો તરતજ પોલીસના હેલ્પલાઇન નંબર પર જાણ કરીને પોલીસની મદદ મેળવી શકે છે. મહેસાણા એસપી દ્વારા માહિતી આપવામાં આવી છે, કે જાહેર કરેલા નંબરો સિવાય પણ ડાયલ 100 પર ફોન કરીને મદદ મેળવી શકાય છે. 

મહેસાણાના તમામ વિસ્તારોના હેલ્પલાઇન નંબર

મહેસાણા જિલ્લાનો હેલ્પલાઈન નંબર 02762222133

કડી પોલીસ સ્ટેશન -02764242690
પો. ઇન્સ- 09904149002

બાવલુ પોલીસ સ્ટેશન- -02764266009 
પો.સબ ઇન્સ.- 09924676254

નંદાસણ પોલીસ સ્ટેશન-02764273261 
પો.ઇન્સ- 09427756008

સાંથલ પોલીસ સ્ટેશન -02762265356
પો.સબ ઇન્સ- 09687345230

બહુચરાજી પોલીસ સ્ટેશન -02734286406
પો.ઇન્સ- 09998378889

મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન - -02762253452
પો.ઇન્સ - 09909449562

વિજાપુર પોલીસ સ્ટેશન- 02763220016 
પો.ઇન્સ:- 08980042200
   
ઉપરોક્ત નંબર સિવાય ડાયલ-100 પોલીસ કંટ્રોલ રૂમ મહેસાણા પર પણ સંપર્ક કરી શકાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news