પોરબંદરમાં લાખોની વસ્તી તેમ છતા સરકારી હોસ્પિટલમાં સુવિધાના નામે મીંડુ

ગુજરાતને એક તરફ દેશનું મોડલ રાજ્ય ગણવામાં આવે છે તો બીજી તરફ પોરબંદરની એક માત્ર સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં વર્ષોથી જનરલ સર્જન સહિતની મુખ્ય ડોક્ટરોની જગ્યાઓ ખાલી પડી છે. જો કે કોઇ કાર્યવાહી નહી થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર લઈને સાજા થવા માટે જાય છે. પરંતુ જાણે કે આ હોસ્પિટલ ખુદ ડોક્ટરોની અછતની બીમારીનો ભોગ બની છે હોય તેમ લાગી રહ્યું છે. પોરબંદરની એક માત્ર સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલની અવદશા જોતા આ વાત પોકળ સાબિત થતી હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે આ હોસ્પિટલમાં સિવિલ સર્જન સહીત મહત્વના ડોક્ટરોની અછત જોવા મળી રહી છે. હોસ્પિટલમાં મુખ્ય કહી શકાય તેવા જનરલ સર્જન, ફિઝીશ્યન, ગાયનેક, પીડીયાટ્રીશ્યન, એનેસ્થેસિયા તેમજ મેડિકલ ઓફીસરની મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી પડી છે. ત્યારે ઘટતી તમામ સેવાઓ હાલ તો સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિઝીટીંગ ડોક્ટરોને બોલાવીને પુરી પાડવામાં આવી રહી છે.

પોરબંદરમાં લાખોની વસ્તી તેમ છતા સરકારી હોસ્પિટલમાં સુવિધાના નામે મીંડુ

અજય શિલુ/પોરબંદર : ગુજરાતને એક તરફ દેશનું મોડલ રાજ્ય ગણવામાં આવે છે તો બીજી તરફ પોરબંદરની એક માત્ર સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં વર્ષોથી જનરલ સર્જન સહિતની મુખ્ય ડોક્ટરોની જગ્યાઓ ખાલી પડી છે. જો કે કોઇ કાર્યવાહી નહી થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ કે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર લઈને સાજા થવા માટે જાય છે. પરંતુ જાણે કે આ હોસ્પિટલ ખુદ ડોક્ટરોની અછતની બીમારીનો ભોગ બની છે હોય તેમ લાગી રહ્યું છે. પોરબંદરની એક માત્ર સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલની અવદશા જોતા આ વાત પોકળ સાબિત થતી હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે આ હોસ્પિટલમાં સિવિલ સર્જન સહીત મહત્વના ડોક્ટરોની અછત જોવા મળી રહી છે. હોસ્પિટલમાં મુખ્ય કહી શકાય તેવા જનરલ સર્જન, ફિઝીશ્યન, ગાયનેક, પીડીયાટ્રીશ્યન, એનેસ્થેસિયા તેમજ મેડિકલ ઓફીસરની મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી પડી છે. ત્યારે ઘટતી તમામ સેવાઓ હાલ તો સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વિઝીટીંગ ડોક્ટરોને બોલાવીને પુરી પાડવામાં આવી રહી છે.

શહેરની આ સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દરરોજ 500થી વધુ દર્દીઓની ઓપીડી કરવામાં આવે છે. તેમજ 100 જેટલા દર્દીઓ દરરોજ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતા હોય છે. હોસ્પિટલમાં 261 બેડની સુવિધા છે તેથી બેડની તેમજ દવાને લગતી તેમજ અન્ય કોઈ પ્રશ્નો આ હોસ્પિટલમાં જોવા નથી મળી રહ્યા પરંતુ સૌથી મોટો જે પ્રશ્ન છે તે ડોક્ટરોની ખાલી જગ્યાનો છે. શહેરની રાજકીય અને સામાજિક સંસ્થાઓ દ્વારા ડોક્ટરની અછતને લઈને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી જનરલ સર્જન સહિતની મોટા ભાગની પોસ્ટ ભરવામાં નથી આવી. જેથી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ અંગે વહેલી તકે સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરીને ખાલી જગ્યાઓ ભરવામાં આવે જેથી ગરીબ દર્દીઓને સારવાર માટે અન્ય કોઈ ખાનગી હોસ્પિટલોમા પરાણે ન જવું પડે.

રાજ્ય સરકાર દ્વારા એક તરફ પોરબંદરમાં કરોડોના ખર્ચે મેડીકલ કોલેજ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે. તો બીજી તરફ હાલમાં જે હયાત સિવિલ હોસ્પિટલ છે જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના હજારો દર્દીઓ સારવાર લે છે ત્યાં જરૂરી ડોક્ટરોની જગ્યાઓ પણ નથી ભરવામા આવી રહી તે પણ નક્કર હકીકત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news