ADC બેંક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન, અમિત ચાવડા જામીનદાર
સમર્થકોના ટોળા વચ્ચે રાહુલ ગાંધી અમદાવાદની ઘી કાંટા મેટ્રો કોર્ટમાં પહોંચ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં સમર્થકોના ટોળા કોર્ટની બહાર તેમના સમર્થનમાં આવ્યા છે. અમદાવાદમાં પહોંચ્ઠેયા બાદ ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું. તેમની કાર પર પુષ્પવર્ષા કરાઈ હતી. હાલ કોર્ટના છઠ્ઠા માળે સુનવણી શરૂ થઈ ગઈ છે. જેમાં તેમને સવાલ-જવાબ પૂછવામાં આવ્યા હતા. રૂપિયા 15 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
Trending Photos
અમદાવાદ :એડીસી બેંકના માનહાનિ કેસ મામલે આજે રાહુલ ગાંધી ઘીકાંટાની મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. આ કેસ મામલે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, ત્યારે ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એમ.બી.મુનશી સામે તેમની જુબાની લેવામાં આવી હતી. કોર્ટ કાર્યવાહીને અંતે રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી હતી. જેને જજે મંજૂરી કરી હતી. 15 હજારના બોન્ડમાં અમિત ચાવડા તેમના જામીનદાર બન્યા હતા. કોર્ટની બહાર મોટી સંખ્યામાં કોગ્રેસના સમર્થકો હાજર રહ્યા છે. જામીન મળ્યાના સમાચાર બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોર્ટ પરિસરમાં ‘રાહુલ ગાંધી જિંદાબાદ’ના નારા લગાવ્યા.
આગામી મુદતમાં હાજર રહેવા પર મુક્તિ મળી
કોર્ટ બહાર રાહુલ ગાંધીના વકીલે કહ્યું કે, આ કેસમાં જામીન લેવાની જરૂર પડતી નથી, પણ ફરિયાદી પક્ષ દ્વારા તેનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. આગળ વધુ મુશ્કેલી ન સર્જાય તેથી અમે જામીન મેળવ્યા હતા. હવે આગામી મુદતમાં કોર્ટમાં રાહુલ ગાંધીને હાજર નહિ રહેવુ પડે. રાહુલ ગાંધીને હાજર રહેવા પર કોર્ટે મુક્તિ આપી.
Gujarat: Rahul Gandhi leaves from Ahmedabad Metropolitan Court, after he was granted bail, in connection with criminal defamation suit filed against him by Ahmedabad District Cooperative Bank and its chairman Ajay Patel. pic.twitter.com/gsf2QcPMD9
— ANI (@ANI) July 12, 2019
-
4.00 કલાકે રાહુલ ગાંધી કોર્ટ રૂમમાં બહાર નીકળ્યા હતા. જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોર્ટ પરિસરમાં ‘રાહુલ ગાંધી જિંદાબાદ’ના નારા લગાવ્યા.
રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી. ત્યારે 15,000 રૂપિયા બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર થયા. અમિત ચાવડા જામીનદાર બન્યા. ત્યારે આ કેસ મામલે વધુ સુનવણી 7 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.
રાહુલ ગાંધીના વકીલે કોર્ટમા નિવેદન આપ્યું કે, સમન્સ ઇસ્યુ કરાયું છે એટલે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા છે. જામીન લેવાની કોઈ જરૂર નથી. જ્યારે કાઉન્ટર રજુઆતમાં એડીસીના વકીલે કહ્યું કે, જામીન માટે રજુઆત કરવી પડે, ભલે પછી જે પણ નિર્ણય કોર્ટ લે.
Gujarat: Congress's Rahul Gandhi visited Swathi Restaurant in Ahmedabad, earlier today. He is currently appearing before Ahmedabad Metropolitan Court, in connection with criminal defamation suit filed against him by Ahmedabad District Cooperative Bank and its chairman Ajay Patel. pic.twitter.com/9HCtHVNT19
— ANI (@ANI) July 12, 2019
- કોર્ટમાં સુનવણી શરૂ થી. કોર્ટે રાહુલ ગાંધીને પહેલો પ્રશ્ન પૂછ્યું કે શું તમે દોષિત છો? તો રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે, હું દોષિત નથી.
- 15.10 કલાકે રાહુલ ગાંધી મેટ્રો કોર્ટ પહોંચી ગયા છે, પરંતુ ભીડને કારણે કોર્ટની કાર્યવાહી વહેલી શરૂ ન કરી શકાઈ. જજ પણ કોર્ટ રૂમમાં પહોંચ્યા
- કોર્ટનાં કાર્યકરોથી કોર્ટરૂમ ખીચોખીચ ભરાયો છે. મેટ્રો કોર્ટનાં છઠ્ઠાં માળે 13 નંબરની કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે ત્યારે સામાન્ય માણસથી માંડીને ત્યાંનાં તમામ વકીલો પણ રાહુલ ગાંધીની એક ઝલક જોવા માટે ભારે ભીડ અહીં પહોંચી છે. કોર્ટ રૂમ બહાર વકીલો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કોર્ટ રૂમમાં અંદર જતા કાર્યકર્તાઓને અટકાવતા ઘર્ષણ થયુ હતું.
- 2017માં વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન તેમણે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ સ્વાતી રેસ્ટોરન્ટમાં ભોજન લીધું હતું, તેથી તેમણે આ વખતે પણ આ જ હોટલમાં ભોજન લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેથી રાહુલ ગાંધીના કાર્યક્રમમાં બદલાવ કરવામાં આવ્યો હતો. કોર્ટ જતા પહેલા તેમણે સ્વાતી રેસ્ટોરન્ટમાં ભોજન લીધું હતું. આ સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો.
- સર્કિટ હાઉસમાં તેમણે ધારાસભ્યો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તો કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીની કાર પર પુષ્પો વરસાવીને તેમનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ તેમને પાઘડી પહેરાવીને તેમનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ ખાનપુરમાં પણ કોંગ્રેસ ઓફિસ ખાતે કાર્યકર્તાઓને મળવાના છે. ખાનપુર ઓફિસ ખાતે કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. કાર્યકર્તાઓએ તેમના નામના સૂત્રોચ્ચાર કર્યા હતા, તો સાથે જ કેટલાક લોકો રાહુલ ગાંધીના માસ્ક સાથે પણ જોવા મળ્યા.
Gujarat: Rahul Gandhi arrives at Ahmedabad Metropolitan Court, in connection with criminal defamation suit filed against him by Ahmedabad District Cooperative Bank and its chairman Ajay Patel. pic.twitter.com/fdarDK7DIG
— ANI (@ANI) July 12, 2019
સુરતમાં કામદારના મોત બાદ પોલીસ-લોકો વચ્ચે ઘર્ષણ, ટિયર ગેસના સેલ છોડ્યા
અમિત ચાવડા, રાજીવ સાતવ, સિદ્ધાર્થ પટેલ સહિતના દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ રાહુલ ગાંધીને આવકારવા એરપોર્ટ પહોંચ્યા છે. કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એરપોર્ટ સર્કલ ખાતે પહોંચ્યા છે, જ્યાં રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરાશે. રાહુલ ગાંધીનો ઠેર ઠેર સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. યૂથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ડફનાળા ખાતે હાજર રહ્યાં. તેઓ કોંગ્રેસના ફ્લેગ સાથે રાહુલ ગાંધીનું અભિવાદન કરશે.
કોર્ટ બહાર વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ
થોડીવારમાં રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. તેઓ બપોરે 3 કલાકે ઘી કાંટા મેટ્રો કોર્ટમાં હાજરી આપવાના છે, ત્યારે કોર્ટની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઈંગ કરતાં કોર્ટ પરિસરમાં વકીલો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
રાજીવ સાતવે નિવેદન આપ્યું હતું કે , રાહુલ ગાંધીને મળેલા સમન્સમાં કોર્ટમાં હાજરી આપશે. તેઓ પોતાની વાત કોર્ટમાં રજૂ કરશે. મુંબઈ-પટના-અમદાવાદ-સુરતમાં કેસ કરીને વિપક્ષને હેરાન કરવાનો ભાજપનો પ્લાન છે. કોર્ટની સામે સત્ય સામે આવશે. વિપક્ષને પરેશાન કરવાનું કાવતરું ભાજપનું છે. તો પરેશ ધાનાણીએ કહ્યું કે, સત્તાનો દૂર ઉપયોગ કરી આ કેસ કર્યાં છે. ન્યાયપાલિકાને સંપૂર્ણ માન આપતા તેઓ કોર્ટમાં હાજરી આપશે. સત્યને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સત્યમેવ જયતે...
ઉલ્લેખનીય છે કે, બપોરે અઢી વાગ્યે મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લેવાશે. ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે