Rajkot: પ્રદ્યુમન પાર્ક ઝૂમ 450 પ્રાણી-પક્ષીઓ સ્વાસ્થ્ય, 16 સિંહ અને 10 વાઘણ તંદુરસ્ત

પશુમાં કોરોના (Coronavirus) કે અન્ય બીમારીના લક્ષણ જોવા નથી મળી રહ્યા. જ્યારે કોરોના પિક પોઇન્ટ પર આવે ત્યારે ત્યારે તકેદારીના ભાગરૂપે અગાઉથી જ મુલાકાતીઓ માટે ઝુ બંધ કરી દેવામાં આવ્યું છે.

Rajkot: પ્રદ્યુમન પાર્ક ઝૂમ 450 પ્રાણી-પક્ષીઓ સ્વાસ્થ્ય, 16 સિંહ અને 10 વાઘણ તંદુરસ્ત

ગૌરવ દવે/રાજકોટ : હૈદ્રાબાદ (Hyderabad)  ઝુ ખાતે સિંહમાં કોરોના (Coronavirus) ના લક્ષણ જોવા મળ્યા બાદ દેશના જુદા જુદા રાજયોમાં સરકારી ઝુ પર તંત્રએ સરકારની સુચનાથી વોચ ગોઠવી છે. રાજકોટ પ્રદ્યુમનપાર્ક ઝુના સુપ્રિટેનડન્ટ ડો. આર. કે. હિરપરા એ જણાવ્યું હતું કે, રાજકોટ ઝુ મા 16 સિંહ , 2 સાદા અને 8 સફેદ મળી કુલ 10 વાઘ, મગર , દીપડા, વનર સહિત 450 જેટલા પશુઓનો સમાવેશ થાય છે જેમનું ઓબ્ઝર્વેશન કરતા હાલ તમામ પશુઓ સ્વસ્થ છે. 

કોઇ પણ પશુમાં કોરોના (Coronavirus) કે અન્ય બીમારીના લક્ષણ જોવા નથી મળી રહ્યા. જ્યારે કોરોના પિક પોઇન્ટ પર આવે ત્યારે ત્યારે તકેદારીના ભાગરૂપે અગાઉથી જ મુલાકાતીઓ માટે ઝુ બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે કોઇ પશુઓ સુધી હજુ સુધી કોરોના અસર પહોંચી શકી નથી. 

સિંહ-વાઘણને બેભાન કરી ટેસ્ટ કરવા પડે-હિરપરા
રાજકોટ પ્રદ્યુમનપાર્ક (Pradyuman Park) ઝુના સુપ્રિટેનડન્ટ ડો. આર.કે.હિરપરા એ જણાવ્યું હતું કે, સિંહ કે વાઘનું ટેસ્ટિંગ કરવું સરળ નથી હોતું તેમના ટેસ્ટિંગ કરવા માટે તેમને બેભાન કરવા પડતા હોય છે અને ત્યારબાદ તેમનું કોરોના ટેસ્ટિંગ થઇ શકે છે. જો કે હાલ તમામ પશુઓ સ્વસ્થ હોવાથી કોઇ પણનો કોરોના ટેસ્ટ કરવામાં આવેલ નથી અને તમામનું ઓબ્ઝર્વેશન સમયાંતરે ઝુ માં કરવામાં આવી રહ્યું છે. 

ઉપરાંત 28 કર્મચારીઓના સ્ટાફ દ્વારા નિયમિત રીતે ચકાસણી કરવામાં આવી રહી છે. અને જુદા જુદા પાંજરામાં નિયમિત રીતે સેનીટાઇઝેશન અને ડિસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news