રેશમા પટેલે પોરબંદર લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ભર્યું ફોર્મ

સમગ્ર દેશમાં હાલમાં લોકસભાની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. અને ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો પોતાનુ ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે સોમવારે પાટીદાર આગેવાન રેશમા પટેલે પણ પોરબંદર લોકસભા બેઠક માટે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

રેશમા પટેલે પોરબંદર લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ભર્યું ફોર્મ

અજય શીલુ/ પોરબંદર: સમગ્ર દેશમાં હાલમાં લોકસભાની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે. અને ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો પોતાનુ ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. ત્યારે સોમવારે પાટીદાર આગેવાન રેશમા પટેલે પણ પોરબંદર લોકસભા બેઠક માટે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

પોતાના સમર્થકો સાથે પોરબંદર લોકસભાના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ જઈ પોતાનુ ઉમેદવારીપત્ર ભર્યુ હતુ. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા રેશમા પટેલે એવુ જણાવ્યુ હતુ કે, હાર-જીતનુ પરિણામ જોવા કરતા મને આ ધરતી પર રાજકીય કર્મ કરવાનો મોકો મળશે એજ મારા માટે બહુ મોટી વાત છે.

માણાવાદર વિધાનસભાનુ ફોર્મ પણ હુ ત્રણ તારીખના સબમીટ કરાવીશ અને ચૂંટણી જંગમાં કાર્યરત થઈશ પરંતુ ક્યા પક્ષમાંથી ઉમેદવારી કરીશ તે અંગે કોઈ ટિપ્પણી હાલમાં નહી કરું તેમ જણાવ્યુ હતુ. મહત્વનું છે, કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રેશમા પટેલ ભાજપમાં જોડાયા હતા. બાદમાં લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news