દશેરાએ નવી ગાડી ખરીદવાના હોય તો ખાસ જાણી લેજો : વાહનના રજિસ્ટ્રેશનનો આ નિયમ બદલાયો

New Vehicle Policy : નવા વાહનના રજિસ્ટ્રેશન માટે માત્ર ભાડા કરારની જરૂર પડતી હતી. આ માટે પોલીસ વેરિફિકેશન કરાયેલ ભાડા કરારને માન્ય ગણવામાં આવતુ હતું. પરંતુ હવે આ નિયમમાં બદલાવ કરવામાં આવ્યો
 

દશેરાએ નવી ગાડી ખરીદવાના હોય તો ખાસ જાણી લેજો : વાહનના રજિસ્ટ્રેશનનો આ નિયમ બદલાયો

New Rule : રાજ્યના વાહન વ્યવહાર વિભાગે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં ભાડાના ઘરમાં રહેતા લોકોએ નવુ વાહન ખરીદતા સમયે રહેઠાણના પુરાવા તરીકે ભાડા કરારની સાથે સાથે એફિડેવિટ પણ ફરજિયાત પણે રજૂ કરવાની રહેશે. આ અંગે વાહન વ્યવહાર વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 

અત્યાર સુધી એવો નિયમ હતો, નવા વાહનના રજિસ્ટ્રેશન માટે માત્ર ભાડા કરારની જરૂર પડતી હતી. આ માટે પોલીસ વેરિફિકેશન કરાયેલ ભાડા કરારને માન્ય ગણવામાં આવતુ હતું. પરંતુ હવે આ નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે ભાડા કરારની સાથે સાથે પબ્લિક નોટરી અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ કરાયેલું એફિડેવિટ પણ ફરજિયાત રજૂ કરવુ પડશે. 

સાથે જ પરિપત્રમાં એવુ પણ જણાવ્યું કે, એફિડેવિટની સાથે લાઈટબિલ, વેરાબિલ, ગેસબિલ સહિતના પુરાવા પણ વધારાના પુરાવા તરીકે રજૂ કરી શકાશે. 

નવા વાહનના રજિસ્ટ્રેશન માટે અનેક પ્રકારના મતમતાંતર જોવા મળી રહ્યા હતા કે, કયા પુરાવા માન્ય ગણવા અને કયા નહિ. તેથી રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા 17 ઓક્ટોબરના રોજ આ અંગે ખુલાસો કરતો પરિપત્ર જાહેર કર્યો છે. તાજેતરમાં જ વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના વાહન ડીલર્સને રજિસ્ટ્રેશન કરવાની સત્તા આપી દીધી છે. તેથી મોટા ફેરફારો અને મૂંઝવણ જોવા મળી હતી. કારણ કે, ડીલરો ભાડાકરારની સાથે એફિડેવિટ લઈને રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી દેતા હતા. જ્યારે આરટીઓમાં ક્રોસ વેરિફિકેશન માટે એફિડેવિટ ને ભાડાકરાર માન્ય રાખવાનો ઈન્કાર કરાયો હતો. 

ત્યારે હવેથી કંપનીના નામે વાહન ખરીદતા સમયે ટેક્સનું સર્ટિફિકેટ પણ રજૂ કરવુ પડશે. કોઈ પણ વ્યક્તિ કંપની કે ફર્મના નામે વાહન ખરીદશે તો સરનામાના પુરાવા તરીકે પ્રોપરાઈટરના ઓળખના પુરાવા સાથે કંપનીના વધારાના પુરાવા તરીકે પ્રોપર્ટીનો દસ્તાવેજ, જીએસટી, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, શોપ એક્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અથવા પ્રોપર્ટી કાર્ડ રજૂ કરવાનું રહેશે. 

ત્યારે વાહન વ્યવહાર વિભાગના આ નવા નિયમથી ગમે તે શહેરમાં રહેતો વ્યક્તિ પોતાના કોઈ પરિચિત વ્યક્તિ ગ્રામ્ય વિસ્તારમાં રહેતું હોય તો તેના ઘરના સરનામાનો ઉપયોગ કરીને વાહન ખરીદી શકશે. મિત્ર કે પરિચિતના ઘરના સરનામાનો ભાડાકરાર બનાવી પબ્લિક નોટરી પાસે એફિડેવિટ બનાવીને રજૂ કરવાનું રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news