માનવતા મહેકી: યુવાનનું લાખો રૂપિયાનું સારવાર બીલ માફ કરી વીર ભામાશાનુ ઉદાહરણ પુરૂ પાડ્યું
ચીખલી તાલુકાના સાદકપોર ગામે ચાડીયા ફળિયામાં રહેતા 16 વર્ષીય સાગર ધર્મેશભાઈ પટેલ ચીખલીમાં ફૂટવેરની દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારને મદદરૂપ થાય છે. ગત 29 ઓગષ્ટ 2022 ની સાંજે પોતાની બાઈકથી ઘરે જઈ રહ્યો હતો.
Trending Photos
ધવલ પારેખ/નવસારી: આજના જમાનામાં ખાનગી હોસ્પિટલમાં ગયા એટલે ખિસ્સા ખાલી અને તેમાં પણ ગરીબને મોંઘી સારવાર લેવી મુશ્કેલ જ હોય છે. ત્યારે અકસ્માતમાં 70 ટકા ફેંફસાને નુકશાન પહોંચવા સાથે લકવાની અસર હોવાથી ચીખલીના સાદકપોરનો યુવાન છેલ્લા 4 મહીનાથી ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો, જેનું 4.64 લાખનું બીલ હોસ્પિટલે માફ કરી માનવતાનું અનેરૂ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
ચીખલી તાલુકાના સાદકપોર ગામે ચાડીયા ફળિયામાં રહેતા 16 વર્ષીય સાગર ધર્મેશભાઈ પટેલ ચીખલીમાં ફૂટવેરની દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારને મદદરૂપ થાય છે. ગત 29 ઓગષ્ટ 2022 ની સાંજે પોતાની બાઈકથી ઘરે જઈ રહ્યો હતો. દરમિયાન ચીખલી-ખેરગામ માર્ગ પર કાવેરી નદીના પુલ પરથી પસાર થતી વેળાએ અજાણ્યા વાહન સાથે ધડાકાભેર અથડાતા સાગર ગંભીર રીતે ઘવાયો હતો.
ઘાયલ સાગરને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો, જ્યાંથી ફેફસામાં ગંભીર માર વાગ્યો હોવાથી સાગરને બે દિવસ બાદ 31, ઓગસ્ટ 2022 ની સાંજે ચીખલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફેફસા 70 ટકા ડેમેજ જણાયા હતા અને સાથે મલ્ટીપલ ફ્રેક્ચર પણ હતા. જેથી હોસ્પિટલના ડૉ. વિવેક રાવલ અને તેમની ટીમે સાગરને સારો કરવાની ચેલેન્જ ઉપાડી હતી. કારણ ફેફસા ડેમેજ થવાના કેસમાં 50 ટકા જ ચાન્સીસ રહેતા હોય છે. દરમિયાન ફેફસા ફાટી જવાને કારણે હવા ભરાઈ જવાથી સાગરને શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાઈ અને વેન્ટિલેટર પર પહોંચી ગયો હતો.
બીજી તરફ સાગરની સારવાર માટે લાખો ખર્ચાય એવી સ્થિતિ બની હતી. ગરીબ પરિવાર અને પુત્રની સારવાર માટે લાખોની વ્યવસ્થા કરવી મુશ્કેલ હતુ. ત્યારે સગા-સબંધીઓ, સામાજિક આગેવાનો અને સામાજિક સંસ્થાઓની સામે ઝોળી ફેલાવી, જેમાં સવા બે લાખ રૂપિયા ભેગા થયા હતા. ફેફસાની સમસ્યા સામે વેન્ટિલેટર પર પહોંચેલા સાગરને મોતના મુખમાંથી ડૉ. રાવલ અને તેમની ટીમ ખેંચી તો લાવ્યા, પણ સારવારનો ખર્ચો 5.26 લાખથી વધુ થયો હતો.
જુઓ આ પણ વીડિયો:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે