એક વાયરલ વીડિયોના કારણે ખેડામાં ત્રણ PIની નોકરી ખતરામાં! ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા
ખેડા જિલ્લામાં નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ અને વડતાલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કેટલાક લોકો વચ્ચે મારમારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે. સોશિયલ મીડિયામાં 16 સેકન્ડનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક રૂમમાં ત્રણ પોલીસ ઈન્સપેક્ટર સહિત બેથી ત્રણ ખાનગી લોકો જોવા મળી રહ્યા છે.
Trending Photos
ઝી બ્યુરો/ખેડા: ખાખીને બદનામ કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયો ખેડા પોલીસનો છે. જેમાં ત્રણ પોલીસ કર્મચારીઓ કોઇ બાબતે એકબીજાને માર મારતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. પોલીસકર્મીઓનો વીડિયો વાયરલ થતા ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે. વીડિયો વાયરલ થતાં ત્રણેય પોલીસ કર્મીઓને હાલ લીવ રીઝર્વમાં મુકાયા છે. આ વાયરલ વીડિયોમાં દારૂની બોટલ જોવા મળે છે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે શું આ ઘટનામાં દારૂના કારણે કોઈ ઝઘડો થયો છે? કે પછી દારૂના નશામાં ત્રણેય અધિકારીઓ વચ્ચે આ બબાલ થઈ છે? જોકે હાલ આવી કોઈ બાબત સામે આવી નથી.
ખેડામાં મારામારી કરતાં પોલીસકર્મીઓનો વીડિયો વાયરલ થતાં SPએ આપ્યા તપાસના આદેશ#Kheda #Police #Gujaratpolice #ZEE24KALAK pic.twitter.com/cWKJ3LklGz
— Zee 24 Kalak (@Zee24Kalak) February 24, 2024
ખેડા જિલ્લાના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે. જેમા તેઓ એકબીજાને માર મારતા જોવા મળી રહ્યાં છે. મારામારીમાં એકબીજાને છોડાવતા પોલીસકર્મીઓનો વીડિયો વાયરલ થતા ગુજરાત પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે. વાયરલ વીડિયો થતાં પોલીસ કર્મીઓને હાલ લીવ રીઝર્વમાં મુકાયા છે. વાયરલ વીડિયોની ડીવાયએસી જાતે તપાસ કરશે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ત્રણ પોલીસકર્મીઓમાં આર.કે,પરમાર, વાય.આર.ચૌહાણ અને એચ.બી.ચૌહાણનો વીડિયો વાયરલ થયો છે.
ખેડા પોલીસનો ખુલાસો
ખેડા જિલ્લાના નડિયાદ ખાતે એક રૂમમાં કેટલાક માણસો મારામારી કરતા અને એકબીજાને છોડાવતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે જે વિડિયોના દ્રશ્યો જોતા એ લોકો પૈકી ત્રણ પોલીસ ઇન્સ્પેકટર હોવાનું માલુમ પડે છે જે શિસ્તબદ્ધ પોલીસ વિભાગને ન છાજે તેવું વર્તન જણાતા (૧)પોલીસ ઇન્સ્પેકટર, નડિયાદ ટાઉન (૨) પોલીસ ઇન્સ્પેકટર, નડિયાદ પશ્ચિમ (૩) પોલીસ ઇન્સ્પેકટર, વડતાલ તથા અન્ય ખાનગી માણસો હોવાનું જણાતા ઉપરોક્ત ત્રણેય પોલીસ ઇન્સ્પેકટરને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વ કન્ટ્રોલ રૂમ ખાતે નિમણુંક કરવામાં આવ્યા છે અને વાયરલ વિડીયો આધારે ઉપરોક્ત તમામ જવાબદારો વિરૂદ્ધ શિસ્ત વિષયક પગલાં લઈ શકાય તે હેતુથી વાયરલ વીડિયો બાબતે નાયબ પોલીસ અધિક્ષક, નડિયાદ વિભાગને પ્રાથમિક ઇન્કવાયરી સોંપવામાં આવેલ છે અને ઇન્કવાયરી આધારે કસૂરવાર વિરૂદ્ધ શિસ્ત વિષયક પગલાં લેવામાં આવશે.
— SP Kheda Nadiad (@SPKheda) February 24, 2024
વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો
ખેડા જિલ્લાના ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે. જેમા તેઓ એકબીજાને માર મારતા જોવા મળી રહ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વીડિયોમાં જે ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટ જોવા મળી રહ્યા છે તે લીવ રિઝર્વમાં મુકાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર હરપાલ બી. ચૌહાણ,યશવંત આર. ચૌહાણ અને વડતાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર કે. પરમાર છે.
આ ત્રણ PI કંઈ બાબતે બબાલ કરી રહ્યા છે તે જાણવા મળી રહ્યું નથી. હરપાલ બી. ચૌહાણની નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે, યશવંત આર. ચૌહાણની નડિયાદ પશ્ચિમ પોલીસમાંથી લીવ રિઝર્વમાં બદલી કરાઈ છે અને વડતાલ પોલીસ સ્ટેશનના આર કે. પરમારને નડિયાદ ટાઉનનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે