બનાસકાંઠા બાદ પાટણમાં પણ જાસૂસીકાંડ સામે આવ્યો! સરકારી ગાડી નીચે પ્રાઇવેટ GPSનો પર્દાફાશ
પાટણ જિલ્લાની સરકારી કારમાં ખનીજ માફિયાઓએ GPS ટ્રેકર લગાવ્યાનું સામે આવ્યું છે. સરકારી કારમાં ટેક્નીકલ સમસ્યા જણાતા કારને સર્વિસ માટે મોકલવામાં આવી હતી. આ દરમિયાન જ કારની નિચે લગાવેલ એક મેગ્નેટિક GPS ટ્રેકર હાથ લાગ્યું હતુ.
Trending Photos
પ્રેમલ ત્રિવેદી/પાટણ: ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડીમા પ્રાઇવેટ GPS લગાવી જાસૂસીનો પર્દાફાશ થયો છે. સરકારી ગાડીમાં ટ્રેકર મળી આવતા હડકમ મચી જવા પામ્યો છૅ. થોડા દિવસ અગાઉ બનાસકાંઠા, પંચમહાલમાં આ પ્રકારની ઘટના સામે આવી હતી. ત્યારબાદ પાટણમાં આ પ્રકારની ઘટના બનતા વધુ એક જાસૂસી કાંડ પ્રકાશમાં આવતા જે અંગે ખાણ ખનીજ વિભાગ દ્વારા પાટણ બી ડીવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છૅ. ખાણ ખનીજ અને રોયલ્ટી ચોરી કરવાના હેતુસર અજાણ્યા ઈસમ દ્વારા આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છૅ.
ગાડીની નીચેના ભાગેથી પ્રાઇવેટ GPS ટ્રેકર મળી આવતા હડકંપ
પાટણ ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસના અર્થે સરકારી ગાડી લઇ બહાર નીકળતા ગાડી વાઈબ્રેટ મારતા તેને સર્વિસ સેન્ટર પર લઇ જવામાં આવી હતી. ત્યારે રીપેરીંગ કામ દરમ્યાન ગાડીની નીચેના ભાગેથી પ્રાઇવેટ GPS ટ્રેકર મળી આવતા હડકમ મચી જવા પામી હતી. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કઈ દિશા અને માર્ગ પર નીકળી રહ્યાં છૅ, તેનું લોકેશન ખનીજ ચોરોને મળી રહે તેવા હેતુથી આ ટ્રેકર લગાવ્યું હોવાનું પ્રકાશમાં આવવા પામ્યું હતું. ત્યારે GPS ટ્રેકર સાથે એક સીમ કાર્ડ પણ મળી આવેલ જે કબ્જે કરી પાટણ શહેર બી ડીવીજન પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ટ્રેકર કબ્જે કરી તેમાંથી મળેલ સીમ કાર્ડની તપાસ
પાટણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ટીમ તપાસમાં બહાર નીકળતા ગાડીમાં ખરાબી ઉભી થતા સર્વિસ સેન્ટરમાં લઇ જતા ગાડીના નીચેના ભાગથી GPS ટ્રેકર મળી આવ્યું છૅ. ત્યારે સરકારી ગાડીમાંથી ટ્રેકર મળી આવતા ખાણ ખનીજની ચોરી કરવાના હેતુ સર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા આ ટ્રેકર લગાવ્યું હોવાનું જણાતા જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ટ્રેકર કબ્જે કરી તેમાંથી મળેલ સીમ કાર્ડ અંગેની તપાસ શરૂ કરી છૅ. જેમાં આ કાર્ડ કોના નામે છૅ, કેટલા સમયથી આ ટ્રેકર લગાવ્યું છૅ તે અંગે તપાસના ચક્રો ગતિ માન કર્યા છૅ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે