કર્મચારીઓને દિવાળીની ભેટ, ગુજરતા સરકારે બોનસ તરીકે કેટલી રકમ ચૂકવવાની જાહેરાત કરી?

રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ. કર્મચારીઓને રૂા.૭૦૦૦/- ની મર્યાદામાં રાજય સરકાર દ્વારા બોનસ ચુકવાશે : વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મીઓને લાભ મળશે.

કર્મચારીઓને દિવાળીની ભેટ, ગુજરતા સરકારે બોનસ તરીકે કેટલી રકમ ચૂકવવાની જાહેરાત કરી?

Diwali Bonus: રાજ્ય સરકારે વર્ગ 4ના કર્મચારીઓને દિવાળી પહેલા જ ભેટ આપી દીધી છે. આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્‍યાનમાં લઇને વર્ગ-4 ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે રૂપિયા 7000 ની મર્યાદામાં બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મીઓને લાભ મળશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે. 

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાજય સરકારે વર્ગ-4ના કર્મચારીઓને સાત હજારની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે. આનો લાભ બોર્ડ નિગમના વર્ગ-4 ના કર્મીઓને થશે. અંદાજે રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news