હેલ્મેટ પહેરવું તો જરૂરી છે, પણ કોને! ગુજરાતની બધી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઈવ, જાણો કેમેરામાં કેદ થયેલી વાસ્તવિકતા

ગાંધીનગર સચિવાલય ગેટ બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.. જેમાં અનેક હેલ્મેટ વગરના કર્મચારીઓ દંડાયા હતા. ઓફિસ અવર્સમાં પોલીસ દ્વારા સચિવાલયના ગેટની બહાર કાર્યવાહી કરવામાં આવતાં ઘણા-ખરા કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગરના મળી આવ્યા.

હેલ્મેટ પહેરવું તો જરૂરી છે, પણ કોને! ગુજરાતની બધી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઈવ, જાણો કેમેરામાં કેદ થયેલી વાસ્તવિકતા

ઝી બ્યુરો/ગાંધીનગર: સરકાર નિયમો બનાવે છે અને એ નિયમોનું પાલન કરવું આપણી ફરજ છે. ફરજ કરતાં પણ વધારે એ નિયમો આપણી સુરક્ષા માટે છે. ગુજરાત હાઈકોર્ટે બાઈક પર હેલ્મેટ પહેરવાના કાયદાના કડક બનાવવા માટે રાજ્ય સરકારને ટકોર કરી. રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર કર્યો. જોકે, ચિંતાની વાત એ છે કે, રાજ્ય સરકારના કર્મચારીઓ જ સરકારના આદેશને ઘોળીને પી ગયા. ન તો કર્મચારીઓને હેલ્મેટ પહેરવામાં રસ છે કે ન તો સરકારના પરિપત્રની કોઈ પરવાહ છે. જુઓ ZEE 24 કલાકના કેમેરામાં કેદ થયેલી વરવી વાસ્તવિકતા.

હેલ્મેટ ના પહેરવાના વિવિધ પ્રકારના બહાના બતાવતા આ લોકો સામાન્ય જનતા નથી. આ તમામ લોકો સરકારી કર્મચારીઓ છે. જેમના માટે રાજ્ય સરકારે વિશેષ પરિપત્ર કર્યો છે. તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા હેલ્મેટનાં કાયદાનો કડક અમલ કરાવવા રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી હતી. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા 19 ઓક્ટોબર, 2024ના રોજ પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાયદાનો 20 ઓક્ટોબર જ અમલ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતભરની સરકારી કચેરીમાં પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ યોજાઈ રહી છે.

  • હેલ્મેટ પહેરવું જરૂરી છે!
  • ગુજરાતભરની બધી સરકારી ઓફિસોમાં હેલ્મેટ ડ્રાઈવ
  • સચિવાલય ગેટ બહાર પોલીસનું સઘન ચેકિંગ
  • હેલ્મેટ વગરના કર્મચારીઓ 500 રૂપિયાથી દંડાયા
  • તમામ મનપા કચેરી ખાતે પોલીસે હાથ ધર્યું ચેકિંગ
  • હેલ્મેટ ન પહેરવા પર કર્મચારીઓના વિવિધ બહાના

ગાંધીનગર સચિવાલય ગેટ બહાર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું.. જેમાં અનેક હેલ્મેટ વગરના કર્મચારીઓ દંડાયા હતા.. ઓફિસ અવર્સમાં પોલીસ દ્વારા સચિવાલયના ગેટની બહાર કાર્યવાહી કરવામાં આવતાં ઘણા-ખરા કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગરના મળી આવ્યા હતાં.. જેઓની સામે નિયમ મુજબ પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પોલીસની હેલ્મેટ ડ્રાઈવમાં ક્યાંક વિવાદના દ્રશ્યો પણ સર્જાયા. સચિવાલય ખાતે સરકારી અધિકારીઓએ જ પોલીસ પર ભેદભાવની નીતિનો આરોપ લગાવ્યો.. 

આ સાથે રાજકોટ મહાનગરપાલિકા સહિતની સરકારી કચેરીઓ ખાતે સવારથી જ ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડની ટીમો તૈનાત કરવામાં આવી હતી.. મનપા કચેરીએ આવતા તમામ વાહનચાલકોને રોકવામાં આવ્યા હતા. તેમજ અરજદારોને છોડી સરકારી નોકરી કરતા કોર્પોરેશનનાં હેલ્મેટ પહેર્યા વિના આવેલા કર્મચારીઓ પાસેથી સ્થળ ઉપર જ 500 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો હતો..

ગાંધીનગર સિવાય વડોદરા અને સુરતમાં પણ મહાનગર પાલિકાની કચેરી ખાતે અધિકારીઓની બેદરકારી ઉડીને આંખે વળગી હતી.. અસંખ્ય એવા કર્મચારીઓ કે જે હેલ્મેટ પહેર્યા વગર આવ્યા હતા અને ZEE 24 કલાકના કેમેરાથી મોઢું છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ તેમજ પોલીસ હેડક્વાર્ટરમાં ઘણા સમયથી પોલીસનાં કર્મચારીઓ સહિત મુલાકાતીઓ માટે પણ ફરજિયાત હેલ્મેટનાં કાયદાનો અમલ કરવામાં આવી રહ્યો છે.. પોલીસ કમિશનર કચેરીમાં હેલ્મેટ પહેર્યા વિના આવતા તમામ લોકોને ઇ-મેમો દ્વારા દંડ ફટકારવામાં આવી રહ્યો છે.. ત્યારે આગામી સમયમાં અન્ય તમામ સરકારી કચેરીઓમાં પણ સીસીટીવી કેમેરાનાં માધ્યમથી દંડનો પ્રારંભ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news