છેડતીના આ CCTCV ફુટેજ જોઈને તમે ઘ્રુજી જશો, શેરીમાં રમતી માસુમ બાળકીઓને યુવકે કર્યાં ગંદા ગંદા સ્પર્શ

Girls Child Molested On Surat Street : સુરતના ભેસ્તાનમાં યુવાને વિકૃતતાની હદ વટાવી... સોસાયટીમાં રમતી ત્રણ બાળકીઓ સાથે કરી છેડતી... યુવાનની વિકૃતતાને લઈ એક બાળકી ભાગી ગઈ હતી... વિકૃતતાની ઘટના સીસીટીવીમાં કેદ... પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની કરી ધરપકડ

છેડતીના આ CCTCV ફુટેજ જોઈને તમે ઘ્રુજી જશો, શેરીમાં રમતી માસુમ બાળકીઓને યુવકે કર્યાં ગંદા ગંદા સ્પર્શ

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સમાજમાં દિવસેને દિવસે વિકૃતતા પેદા થઈ રહી છે. માસુમ બાળકો પણ તેનો શિકાર બની રહ્યાં છે. ત્યારે સુરતમાં વધુ એક ચોંકવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવાને જાહેરમાં વિકૃતતાની હદ વટાવી છે. શેરીમાં રમતી નાની નાની બાળકીઓની છેડતી કરી હતી. સુરતના ભેસ્તાન વિસ્તારની આ ઘટના છે. જ્યાં યુવક બાળકીઓને ઊંચકી વિકૃતતા અનુભવતો હતો. યુવાનની વિકૃતતાને કારણે એક બાળકી ત્યાંથી ભાગી ગઈ હતી. છતાં યુવાને વિકૃતતા પોતાની ચાલુ રાખી હતી. યુવકની વિકૃતતાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 

ભેસ્તાન પોલીસે બાળકીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડ કરી છે. જેણે ઘર બહાર રમતી નાની દીકરીઓને રમાડવાના બહાને વિકૃત હરકત કરી છેડતી કરી હતી. ઉના વિસ્તારમાં રહેતા 26 વર્ષય મહંમદ અન્સારીની ધરપકડ કરાઈ છે. સમગ્ર વિકૃતિની હરકતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. હાલ સુરત પોલીસ અન્ય કોઈ દીકરી સાથે છેડતી કરી છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છએ. 

સુરતમાં ફરી માસૂમ બાળાઓ સાથે અડપલાં 
આ કેસના આરોપી મોહમ્મદ નાસિર અંસારીની વિકૃત માનસિકતા સામે આવી છે. ભેસ્તાન પોલીસે મોહમ્મદ અંસારીની ધરપકડ કરી છે. મોહમ્મદ અંસારીએ રમાડવાનો ઢોંગ કરી બાળકીને ઉંચકી લઈ અશ્લીલ હરકતો કરી હતી. CCTV વાઈરલ થતાં આરોપીની ધરપકડ કરાઈ છે. સુરતમાં ફરી એકવાર માનવ રૂપના રાક્ષસે માસૂમ બાળકીઓ સાથે શારીરિક છેડતી કરવાની ઘટના બની છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. CCTV ફૂટેજના આધારે ભેસ્તાન પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 5, 2025

 

સોસાયટીમાં જ રહેતો હતો આરોપી 
બે બાળકીઓ સાથે અડપલાં કરનાર આરોપી તેમના જ સોસાયટીમાં રહેતો હતો. તારીખ 2 જાન્યુઆરીના બપોરના સમયે બે માસૂમ બાળકીઓ પોતાની નાની સાયકલ પર રમતી હતી. આ દરમિયાન આરોપીએ તેમને જોઈ અને તેમની નજીક ગયો હતો. થોડા સમય સુધી આસપાસ કોઈ વ્યક્તિ નથી જોઈને તે પાછો બાળકીઓની પાસે આવ્યો હતો. જે બાદ બેમાંથી એક બાળકીને સાયકલ પરથી ઉંચકીને પોતાના ખોળામાં લઈ દીધી. તે એવું દેખાડવા માંગતો હતો કે તે બાળકી સાથે રમત રમે છે, પરંતુ તેનો ઇરાદો ખોટો હતો. આ આરોપીએ બાળકીને ઉંચકીને તેના કપડાંની અંદર હાથ નાખીને છેડતી શરૂ કરી. નજીક રમતા અન્ય ત્રણ બાળકીઓ પણ આ મુંજવણભર્યા દૃશ્યો જોઈ રહ્યા હતા. 10 વર્ષથી પણ નાની ઉંમરના બે બાળાઓ સાથે આ ઘટના બની. એક રીક્ષાવાળો ત્યાં આવી પહોંચ્યો, ત્યારે આરોપી તે સ્થળેથી હટ્યો હતો. પરંતુ થોડા સમયમાં તે ફરીથી પાછો આવ્યો અને બીજી બાળકી સાથે પણ આ જ રીતે છેડતી કરી હતી. 

ભેસ્તાન પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી હતી અને આ શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ ભેસ્તાન પોલીસે પોક્સો અધિનિયમ હેઠળ તેની સામે આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ વિશે સુરત એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે, તારીખ. 2/01/2025ના રોજ બે નાની બાળકી પોતાના ઘરના આંગણે રમતી હતી, ત્યારે એક અજાણ્યા શખસે એક બાળકીને ખોળામાં ઊંચકી તેની સાથે શારીરિક અડપલા કરીને છેડતી કરી હતી. બાળકીની છેડતી કરનારા શખસની ઓળખ મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી (ઉંમર 26) તરીકે કરવામાં આવી છે. આરોપી ગોલ્ડન ઈન્ડસ્ટ્રીઝ, સનામીલ પાસે સંચાખાતા ખાતે નોકરી કરે છે. અને અક્ષાનગર કંકાલીબસ્તી, આશીયા મસ્જિદ નજીક, ઊન, સુરત ખાતે રહેતો હતો. પોલીસે આરોપીને ઝડપી પડ્યો છે અને પોલીસ સ્ટેશન લાવી, તેના પર ગંભીર ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. થોડા દિવસ પહેલાં સુરતના ઉધના વિસ્તારમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી. જ્યાં એક વ્યક્તિએ મોપેડ પર બેઠેલી બે માસૂમ બાળાઓ સાથે શારીરિક છેડતી કરી હતી. જોકે તેની ધરપકડ કરવામાં આવી હતી, પણ હવે ફરી ભેસ્તાન વિસ્તારમાં આવી જ ઘટના બની છે. સામાજિક સુરક્ષાના મામલે આવા કિસ્સાઓ લોકોમાં ગભરાટ ફેલાવી રહ્યા છે

આરોપીનો વરઘોડો કાઢ્યો
પોક્સો આરોપીનો ભેસ્તાન પોલીસે વરઘોડો કાઢ્યો હતો. આરોપી મોહમ્મદ નાસીર અંસારીનો વરઘોડો કાઢ્યા બાદ લોકોએ ‘ગુજરાત પોલીસના જિંદાબાદ’ ના નારા સોસાયટીઓ લગાવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news